સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં વિપક્ષનો જમાવડો રહેશે, જાણો કોને આમંત્રણ આપવામાં આવ્યું
કોંગ્રેસે સિદ્ધારમૈયાને કર્ણાટકના CM તરીકે પસંદ કર્યા છે, હવે તેમના શપથગ્રહણ માટે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આવા સંજોગોમાં દિગ્ગજ નેતાઓ એક મંચ પર ભેગા થશે કે કેમ ?
કર્ણાટકમાં કોંગ્રેસની જોરદાર જીત બાદ હવે કોંગ્રેસને સીએમનો ચહેરો પણ મળી ગયો છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સીએમ તરીકે શપથ લેશે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ બંને નેતાઓનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. આ દરમિયાન કોંગ્રેસ ભાજપને વિપક્ષની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
કોંગ્રેસ દ્વારા સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી, એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મોકલવામાં આવશે..
આ સિવાય ઝારખંડના સીએમ હેમંત સોરેન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને ઓડિશાના સીએમ નવીન પટનાયકને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આમંત્રણ આપ્યું છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો: સુપ્રીમ કોર્ટના જજની પ્રેમ લગ્ન પર મોટી ટિપ્પણી, ‘મોટા ભાગના છૂટાછેડા લવ મેરેજમાં જ થાય છે’
કોંગ્રેસના આ પ્રયાસથી શક્ય છે કે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં વિપક્ષી એકતા જોવા મળે. જો કે આ પહેલા પણ ઘણા વિપક્ષી નેતાઓ ભાજપને હરાવવા માટે વિપક્ષી એકતા પર ભાર મુકી ચુક્યા છે. બિહારના સીએમ નીતિશ કુમાર, એનસીપી ચીફ શરદ પવાર આ મુદ્દે ઘણા વિપક્ષી નેતાઓને મળ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ રાવે ગુરુવારે કહ્યું હતું કે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ દ્વારા કેટલીક સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.