ચટ્ટાનોમાં ફસાઇ 9 લોકોની જિંદગી, ભારતીય સેનાએ બચાવ્યો જીવ

|

May 17, 2021 | 4:10 PM

ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષકે એક સંયુક્ત અભિયાન ચલાવીને મુલ્કી તટ પાસે ચટ્ટાનો વચ્ચે ફસાયેલી એક બોટના ચાલક દળના તમામ નવ સભ્યોને સોમવારે સુરક્ષિત બાહર કાઢી લીધા.

ચટ્ટાનોમાં ફસાઇ 9 લોકોની જિંદગી, ભારતીય સેનાએ બચાવ્યો જીવ
સાંકેતિક તસ્વીર

Follow us on

Karnataka News : ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષકે એક સંયુક્ત અભિયાન ચલાવીને મુલ્કી તટ પાસે ચટ્ટાનો વચ્ચે ફસાયેલી એક બોટના ચાલક દળના તમામ નવ સભ્યોને સોમવારે સુરક્ષિત બાહર કાઢી લીધા. ભારતીય તટરક્ષકના ઉપ મહાનિરીક્ષક એસ.બી વેંકટેશે કહ્યુ કે કોરોમંડલના ચાલક દળના તમામ નવ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા અને તે સાથે આ મિશન પુરુ થયું.

આપને જણાવી દઇએ કે ભારતીય વાયુ સેના અને તટીય પોલીસે આ બચાવ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. દક્ષિણ કન્નડ ઉપાયુક્ત કે.વી. રાજેન્દ્રએ જણાવ્યુ કે હોડી પર સવાર ચાલક દળના પાંચ સભ્યોને ભારતીય તટરક્ષકે એક હોડી દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા. સાથે કોચ્ચીથી અહી પહોંચેલી ભારતીય નૌકાદળે  હેલીકોપ્ટરની મદદથી ચાર લોકોને બહાર કાઢયા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ એક ટ્વીટ કરીને ભારતીય તટરક્ષક અને બચાવ અભિયાનમાં સામેલ અન્ય એન્જન્સીઓનો આભાર માન્યો. આપને જણાવી દઇએ કે એક દિવસ પહેલા જ ઉડુપી જિલ્લામાં કૌપ તટ પાસે એક હોડી ‘અલાયંસ’ ડૂબી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને ત્રણ લોકો ગુમ છે જ્યારે અન્ય ત્રણ સુરક્ષિત છે.

Next Article