લદ્દાખમાં કારગીલની ધરા ધ્રૂજી, 4.6 માપવામાં આવી ભૂકંપની તીવ્રતા

|

Jan 01, 2023 | 8:34 PM

લદ્દાખના કારગીલમાં આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 4.6 રહી છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપ આદે રવિવારે સાંજે 6.32 કલાકે આવ્યો હતો.

લદ્દાખમાં કારગીલની ધરા ધ્રૂજી, 4.6 માપવામાં આવી ભૂકંપની તીવ્રતા
Ladakh earthquake
Image Credit source: File photo

Follow us on

નવા વર્ષ 2023ના પહેલા જ દિવસે ઉત્તર ભારતમાં લદ્દાખના કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લદ્દાખના કારગીલમાં આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 4.6 રહી છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપ આદે રવિવારે સાંજે 6.32 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 150 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. થોડા સમય પહેલા પણ કારગીલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી, જે દરમિયાન ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. અગાઉ નવા વર્ષની ઉજવણી દરમિયાન દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ શનિવારે મધરાત બાદ 1:19 વાગ્યે આવ્યો હતો.

લદ્દાખ બરફ વર્ષા

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 


લદ્દાખમાં હાલમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. તેવા ફોટો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનેક સહેલાણીઓ આ બરફવર્ષાનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે.

ભૂકંપ આવે તો શું કરવુ ?

ભૂકંપ આવે ત્યારે અનેક લોકો ઘભરાઈને અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે. પણ ભૂકંપના સમયે દરેક વ્યક્તિ એ શાંત રહેવુ જોઈએ અને ઘભરાવુ જોઈએ નહીં. શક્ય તેટલી વહેલી તકે નજીકના ટેબલની નીચે જાઓ અને તમારું માથું ઢાંકો. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી, ટેબલની નીચે રહો. આ પછી, ભૂકંપના આંચકા બંધ થાય એટલે તરત જ ઘર, ઓફિસ કે રૂમમાંથી બહાર નીકળી જાવ. બહાર નીકળતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરો અને બહાર આવ્યા પછી ઝાડ, દિવાલો અને થાંભલાઓથી દૂર રહો. બીજી તરફ જો તમે ભૂકંપ દરમિયાન વાહનની અંદર હોવ તો તરત જ વાહનને રોકો અને જ્યાં સુધી આંચકાઓ બંધ ન થાય ત્યાં સુધી અંદર બેસી રહો.

 

 

Published On - 8:34 pm, Sun, 1 January 23

Next Article