કંગના રણૌતનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, નિયમોનુ પાલન નહી કરવા બદલ ટવીટરે લીધા પગલા

કંગનાએ તેના ટવીટર એકાઉન્ટ મારફતે મમતા બેનર્જી અને હિંસા અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે માઈક્રો બ્લોગિગ સાઈટ ટ્ટીવટર દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતનું ( Kangana Ranaut )ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયુ.

  • Bipin Prajapati
  • Published On - 13:27 PM, 4 May 2021
કંગના રણૌતનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, નિયમોનુ પાલન નહી કરવા બદલ ટવીટરે લીધા પગલા
નિયમોનો ભંગ કરીને આડેઘડ ટવીટ કરવા બદલ કંગના રણૌતનું ટિવટર એકાઉન્ટ સસ્પેન્ડ

નિયમોનું પાલન નહી કરવા બદલ ભારતીય અભિનેત્રી કંગના રણૌતનું ટવીટર એકાઉન્ટ ટવીટર દ્વારા સસ્પેન્ડ કરી દેવાયુ છે. કંગના રણૌતે, તાજેતરમાં સંપન્ન થયેલ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી બાદ, પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાને લઈને ટિપ્પણી કરી હતી. કંગનાએ તેના ટવીટર એકાઉન્ટ મારફતે મમતા બેનર્જી અને હિંસા અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે માઈક્રો બ્લોગિગ સાઈટ ટ્ટીવટર દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયુ છે.

માઈક્રો બ્લોગીગ સાઈટની માર્ગદર્શિકાઓ અન નીતિ નિયમોની વિરુધ્ધ જઈને, કંગના રણૌતે કેટલાક વાંધાજનક વાકયો લખીને ટવીટ કર્યા હતા. કંગના રણૌતે વારંવાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વિરુધ્ધ ટવીટ કરતી રહેતી હતી. રવિવાર 2 મે 2021ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ, પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે કંગના રણૌતે, મમતા બેનર્જીની ટીકા કરી હતી.

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ આઠ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસ (TMC)નો ભવ્ય વિજય થયો હતો. જો કે પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળે ચૂંટણીના પરિણામો બાદ હિંસા ભડકી ઉઠી હતી. આ મુદ્દે ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે, ટવીટ કરીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. એટલુ જ નહી કંગનાએ પોતાના ટવીટમાં રાક્ષણ ગણાવ્યા હતા. તેણે ટવીટમાં એવુ પણ કહ્યુ હતું કે, આસામ અને પુડ્ડુચેરીમાં ચૂંટણી પરીણામ બાદ કોઈ હિસા નથી ભડકી. જ્યા ભાજપનો વિજય થયો છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના વિજય બાદ સેંકડો ખુન થવા સાથે બંગાળ સળગી ઉઠ્યુ છે. તે મતલબનુ ટવીટ કર્યુ હતું.

મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ, માર્ચ અને એપ્રિલ 2021 દરમિયાન આઠ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં 292માંથી 213 બેઠકો જીતી હતી. 294 બેઠકોવાળી રાજ્ય વિધાનસભામાં ભાજપે 77 બેઠકો મેળવી હતી. જ્યારે બે બેઠકોની ચૂંટણી, ઉમેદવારનુ મૃત્યુ થતા ચૂંટણી સ્થગિત કરાઈ હતી. આથી પશ્ચિમ બંગાળમાં 294ને બદલે 292 બેઠકો માટે મતદાન યોજાયુ હતું.