સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર
મુંબઈની નાયર હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી છે. સિનિયર મહિલા તબીબોના ત્રાસથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 23 વર્ષિય પાયલ તડવીએ પોતાની ત્રણ સિનિયર ડોક્ટરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય મહિલા તબીબ જાતિવાચક ટિપ્પણી કરીને પણ તેને હેરાન […]
મુંબઈની નાયર હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી છે. સિનિયર મહિલા તબીબોના ત્રાસથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 23 વર્ષિય પાયલ તડવીએ પોતાની ત્રણ સિનિયર ડોક્ટરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય મહિલા તબીબ જાતિવાચક ટિપ્પણી કરીને પણ તેને હેરાન પરેશાન કરતી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ડૉ. હેમા અહુજા, ભક્તિ અહીરે અને અંકિતા ખંડેલવાલ કામના નામે તેની પજવણી કરતા હોવાનો આરોપ લાગ્યો છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. મૃતક પાયલના પરિવારે હોસ્પિટલ તંત્રને મોત માટે જવાબદાર ગણાવ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે, તેમણે અગાઉ બેથી ત્રણ વાર આ મુદ્દે ફરિયાદ કરી હતી.. તેમ છતા પાયલની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરાઈ નહીં. હાલ તો આરોપી ત્રણેય મહિલા તબીબ ફરાર છે. જેમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]