ખુલાસો : ભારતના એક ARMY અધિકારીના એક થપ્પડથી જ ભોંયભેગો થઈ ગયો હતો ખૂંખાર આતંકવાદી કાયર મસૂદ અઝહર
ભારતમાં ભીષણ આતંકવાદી હુમલાઓ કરાવનાર મસૂદ અઝહર કાયર છે અને એક સમયે પૂછપરછ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારીના એક થપ્પડ માત્રથી ભોંયભેગો થઈ ગયો હતો. TV9 Gujarati Web Stories View more ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા […]
ભારતમાં ભીષણ આતંકવાદી હુમલાઓ કરાવનાર મસૂદ અઝહર કાયર છે અને એક સમયે પૂછપરછ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારીના એક થપ્પડ માત્રથી ભોંયભેગો થઈ ગયો હતો.
ભારતીય સેના અધિકારીએ એવો થપ્પડ માર્યો કે મસૂદ અઝહર પોપટની જેમ બધું બોલવા લાગ્યો હતો. આ ઘટના 1994ની છે.
આ ખુલાસો કર્યો છે ભારતના એક પૂર્વ IPS અધિકારી અવિનાશ મોહનાનેએ. 1985ની બેંચના આઈપીએસ અધિકારી મોહનાનેએ જણાવ્યું કે મસૂદ અઝહર પોર્ટુગીઝના પાસપોર્ચટ પર બાંગ્લાદેશના માર્ગે ભારતમાં ઘુસ્યો હતો અને પછી તે કાશ્મીર પહોંચ્યો હતો. મસૂદ અઝહરની દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ફેબ્રુઆરી-1994માં ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં ગુપ્તચર એજંસીઓએ મસૂદની પૂછપરછ કરવામાં વધારે મહેનત ન કરવી પડી. સેનાના એક અધિકારીએ જેવો મસૂદ અઝહરને થપ્પડ માર્યો કે મસૂદ અઝહર પોપટની જેમ બોલવા લાગ્યો. તેણે પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી જૂથના કામકાજ વિશે તમામ માહિતીઓ વિસ્તૃત રીતે જણાવી દીધી.
ઇંટેલિજન્સ બ્યૂરોમાં બે દાયકા સુધી કામ કરી ચુકેલા અવિનાશ મોહનાનેએ જણાવ્યું, ‘મસૂદ અઝહરની પૂછપરછ કરવી આસાન હતી અને સેનાના એક અધિકારીના થપ્પડથી જ તે ખરાબ રીતે હલબલી ગયો હતો.’ મોહનાનાએ પણ ઘણી વખત મસૂદ અઝહરની પૂછપરછ કરી હતી.
મોહનાનેએ જણાવ્યું, ‘ઘણા પ્રસંગોએ જ્યારે મેં મસૂદ અઝહરને મળવા કોટ બલવાલ જેલમાં ગયો અને મેં કલાકો સુધી તેની પૂછપરછ કરી. અમારે તેની સામે બળ પ્રયોગ ન કરવો પડ્યો, કારણ કે તે પોતે જ તમામ માહિતીઓ બતાવતો ગયો.’
આ રીતે ભારતમાં ઘુસ્યો હતો મસૂદ અઝર
અવિનાશ મોહનાનેએ જણાવ્યું, ‘મસૂદ અઝહર પોર્ટુગીઝના પાસપોર્ટ પર બાંગ્લાદેશ પહોંચ્યો. બાંગ્લાદેશથી 1994માં તે ભારત પહોંચ્યો. ભારતમાં આવ્યા બાદ તે સહારનપુર ગયો કે જ્યાં તેણે સંયુક્ત નીતિ બનાવવા માટે અલીગઢ મુસ્લિમ HUM અને હૂજીના જુદા-જુદા જૂથો સાથે બેઠકો કરી. ત્યાર બાદ તે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આવ્યો.’
પૂછપરછ દરમિયાન મસૂદ અઝહરે જણાવ્યુ હતું, ‘હું પોર્ટુગીઝના પાસપોર્ટ પર અહીં આવ્યો કે જેથી હું સુનિશ્ચિત કરી શકું કે એચયૂએમ અને હૂજી ખીણમાં એક સાથે આવે. નિયંત્રણ રેખા પાર કરી શકવી શક્ય નહોતી.’ મસૂદ અઝહરે પૂછપરછ દરમિયાન દાવો કરતોહતો કે પોલીસ તેને વધારે દિવસો સુધી કસ્ટડીમાં નહીં રાખી શકે, કારણ કે તે પાકિસ્તાન અને ISI માટે મહત્વનો છે. મસૂદે કહ્યુ હતું, ‘આપ મારી લોકપ્રિયતાને ઓછી કરીને જોઈ રહ્યા છો. આઈએસઆઈ સુનિશ્ચિત કરશે કે હું પાકિસ્તાન પરત ફરું.’
મોહનાનેએ જણાવ્યું કે મસૂદ સાચુ કહેતો હતો. ફેબ્રુઆરી 1994માં તેની ધરપકડના 10 મહિના બાદ દિલ્હીના કેટલાક વિદેશી નાગરિકોનું અપહરણ થઈ ગયું અને અપહરણકારોએ મસૂદને મુક્ત કરવાની માંગણી કરી, પરંતુ ઉમર શેખની ધરપકડના પગલે અપહરણકારોની યોજના નિષ્ફળ થઈ ગઈ, પરંતુ 1999માં કંધાર વિમાન અપહરણ કાંડ કરી આખરે મસૂદને છોડાવી જ લેવામાં આવ્યો.
[yop_poll id=1586]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]