જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને આ સન્માન આપવામાં આવે છે. દિલ્હીના વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રપતિએ રામભદ્રાચાર્યને આ સન્માન આપીને સન્માનિત કર્યા.

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
| Updated on: May 16, 2025 | 8:57 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો. અંધ હોવા છતાં, તેમણે 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે, જેમાં શ્રી ભગવારાઘવીયમ જેવા સંસ્કૃત મહાકાવ્યો સહિત 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે. તેમની સાહિત્યિક અને આધ્યાત્મિક ઉપલબ્ધિઓ તેમને હિન્દુ ધર્મનું જીવંત પ્રતીક બનાવે છે.

2 મહિનાના હતા જ્યારે ગુમાવી હતી આંખોની રોશની

14 જાન્યુઆરી 1950 ના રોજ જૌનપુરમાં જન્મેલા સ્વામીજીએ બે મહિનાની ઉંમરે દૃષ્ટિ ગુમાવી હતી. તેમણે પાંચ વર્ષની ઉંમરે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સાત વર્ષની ઉંમરે રામચરિતમાનસ કંઠસ્થ કરી લીધા હતા. તેમની અસાધારણ યાદશક્તિની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવામાં આવે છે.

તુલસી પીઠના સંસ્થાપક સ્વામી રામભદ્રાચાર્ય

ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક સ્વામી રામભદ્રાચાર્યએ દિવ્યાંગો માટે વિશ્વની પ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કરી. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ વિશ્વવિદ્યાલય તેમની સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે. તેઓ તેના આજીવન કુલાધિપતિ અને લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.

અટલ બિહારી વાજપેયી સાથે ખાસ નાતો

સ્વામી રામભદ્રાચાર્યએ પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ભગવદ્દગીતા, 11 ઉપનિષદ) પર શ્રીરાઘવકૃપાભાષ્યમ નામનું સંસ્કૃત ભાષ્ય લખ્યુ છે. આ 600 વર્ષના અંતરાલ બાદ રામાનંદ સંપ્રદાયમાં બીજુ એવુ ભાષ્ય હતુ. તેનુ વિમોચન 1998માં અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમની વિદ્વતાએ સંસ્કૃત સાહિત્યને એક નવી દિશા આપી છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કાર

સ્વામીજીને શ્રીભગવારાઘવીયમ માટે 2005માં સંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. આ મહાકાવ્યમાં પરશુરામ અને રામની કથાઓનું સુંદર ચિત્રણ છે. જે તેમની કાવ્ય કળાને દર્શાવે છે. તેમને પદ્મ વિભૂષણ (2015) સહિત અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રામજન્મભૂમિ પર આપ્યા હતા પ્રમાણ

સ્વામી રામભદ્રાચાર્યએ રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં 441 શાસ્ત્ર પ્રમાણ રજૂ કર્યા હતા. તેમની જુબાનીએ રામ મંદિરના પક્ષમાં નિર્ણયને મોટુ બળ આપ્યુ હતુ. ન્યાયધિશોએ તેમની વિદ્વતાને ‘દૈવીય શક્તિ’ કહીને પ્રશંસા કરી હતી.

જગદ્દગુરુ રામાનંદાચાર્યની ઉપાધિ

1988માં કાશી વિદ્વત પરિષદે સ્વામી રામભદ્રાચાર્યને જગદ્દગુરુ રામાનંદાચાર્યની ઉપાધિ પ્રદાન કરી. તેઓ રામાનંદ સંપ્રદાયના ચાર વર્તમાન જગદ્દગુરુ પૈકી એક છે. તેમની વાર્તાઓ અને પ્રવચન સંસ્કાર ટીવી ના માધ્યમથી વિશ્વ સુધી પહોંચે છે.

22 ભાષાઓમાં 100 થી વધુ ગ્રંથ

સ્વામીજીએ બ્રેલ લિપિનો ઉપયોગ કર્યા વિના 22 ભાષામાં 100 થી વધુ ગ્રંથ લખ્યા છે. તેમની રચનાઓમાં ચાર મહાકાવ્ય, રામચરિતમાનસ પર એક હિંદી ભાષ્ય અને અષ્ટાધ્યાયી પર એક સંસ્કૃત ભાષ્ય સામેલ છે. તે સંસ્કૃત, હિંદી, અવધિ અને મૈથિલીના એક તાત્કાલિક કવિના રૂપે ઘણા પ્રસિદ્ધ છે.

સૌથી નાની ઉંમરે સંન્યાસી

1978માં સ્વામી રામભદ્રાચાર્ય યુજીસી જેઆરએફ પ્રાપ્ત કરનારા સૌથી નાની વયના સંન્યાસી બન્યા અને 1981માં તેમણે પીએચડી પુરુ કર્યુ. તેમન થીસિસ ‘आध्यात्मरामायणे अपणिनीय प्रयोगानां विमर्शः’ એ સંસ્કૃત વ્યાકરણમાં એક નવુ યોગદાન આપ્યુ છે. સમ્પૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તેમની શૈક્ષણિક ઉપલબ્ધિઓ ઐતિહાસિક છે.

સ્વામી રામભદ્રાચાર્યએ કર્યા પ્રેરિત

સ્વામી રામભદ્રાચાર્યની આદ્યાત્મિક અને સાહિત્યિક યાત્રા દરેક લોકોને પ્રેરિત કરે છે. દૃષ્ટિહિન હોવા છતા તેને અતિક્રમીને તેમણે હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણને વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યુ. તેમની વિદ્વતા અને સમર્પણ તેમને આધુનિક યુગના સંત અને વિદ્રાન બનાવે છે.

અગ્નિ મંદિર, ગણેશ પૂજાના ચિહ્ન… ભારતથી ઘણાખરા અંશે મળતી આવે છે પાકિસ્તાનને સમર્થન દેનારા અઝરબૈઝાનની સંસ્કૃતિ– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:55 pm, Fri, 16 May 25