Breaking News: ‘જેવર એરપોર્ટ’ હવે ‘નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ’ તરીકે ઓળખાશે, CM યોગીએ કરી ‘મોટી જાહેરાત’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૌતમ બુદ્ધ નગર સ્થિત જેવર એરપોર્ટ (Jewar Airport)નું નામ બદલવાની જાહેરાત કરી છે. લખનૌમાં યોજાયેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, કેબિનેટે આ એરપોર્ટનું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

Breaking News: જેવર એરપોર્ટ હવે નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે, CM યોગીએ કરી મોટી જાહેરાત
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Oct 09, 2026 | 1:50 PM

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૌતમ બુદ્ધ નગર સ્થિત જેવર એરપોર્ટનું નામ બદલવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજધાની લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેબિનેટે જેવર એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે જેવર એરપોર્ટનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે.

‘નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ’ નામને મંજૂરી

મુખ્યમંત્રીએ કહ્યું કે, જેવર એરપોર્ટનું નામ ‘નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ’ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશ મંત્રીપરીષદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, 7 ઓક્ટોબરનો દિવસ દેશના ઇતિહાસમાં એક ગૌરવશાળી અધ્યાય તરીકે દર્જ થયો છે. સરકારના પ્રમુખ તરીકે વડાપ્રધાન મોદીની અવિરત સમર્પિત સેવા યાત્રાના 25 વર્ષ પૂર્ણ થવા તે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

વડાપ્રધાનની યાત્રા જનસેવાથી જનકલ્યાણની અનોખી મિશાલ: CM યોગી

CMએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ માટે આ વિશેષ ગૌરવનો વિષય છે. વડાપ્રધાન પ્રદેશની ધરતી પરથી લોકપ્રિય જનપ્રતિનિધિ અને સાંસદ તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે સેવા એ જ સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમ ને પોતાનો મૂળમંત્ર માનીને રાષ્ટ્ર નિર્માણને સર્વોચ્ચ ધ્યેય બનાવ્યું છે. વડાપ્રધાનની 25 વર્ષોની યાત્રા જનસેવાથી જનકલ્યાણ અને જનભાગીદારીથી જનવિશ્વાસની અનોખી મિશાલ છે.

નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનો સંબંધ અત્યંત આત્મીય: CM યોગી

CM યોગીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનો સંબંધ અત્યંત આત્મીય છે. વર્ષ 2014માં વડાપ્રધાન કાશી આવ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમને માં ગંગાએ બોલાવ્યા છે. કાશી અને માં ગંગાથી શરૂ થયેલો આ આત્મીય સંબંધ સમયની સાથે નિરંતર ઊંડો થયો છે અને આજે ઉત્તર પ્રદેશના સર્વાંગી કાયાકલ્પનો આધાર બન્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશ વહીવટી અસ્થિરતા, સામાન્ય લોકોમાં અસુરક્ષાની ભાવના અને પાયાની સુવિધાઓના અભાવ સામે ઝૂઝી રહ્યું હતું. વડાપ્રધાનની દૂરદર્શિતાથી પ્રેરણા લઈને ઉત્તર પ્રદેશ શાસનની નવી કાર્ય સંસ્કૃતિ અપનાવી.

આના પરિણામ સ્વરૂપે સુશાસન, મજબૂત કાયદો અને વ્યવસ્થા, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ ઉત્તર પ્રદેશની ઓળખ બનીને ઊભરી આવ્યા છે. આજે પ્રદેશ નવા આત્મવિશ્વાસ સાથે વિકાસના નવા આયામો સ્થાપિત કરી રહ્યો છે.

GST Breaking : વેપારીઓને દિવાળી ભેટ, ₹10 હજારથી ઓછા ટેક્સ પર નોટિસ કે ધરપકડ નહીં, જાણો ક્યારથી બદલાશે GSTના નિયમો

Published On - 1:48 pm, Fri, 9 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.