Breaking News : કાશ્મીરના કઠુઆમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઉસ્માનને 72 હુર પાસે મોકલી આપતુ ભારતીય સુરક્ષાદળ

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઉસ્માન માર્યો ગયો. પરહેતર વિસ્તારમાં થયેલ એન્કાઉન્ટરમાં દારૂગોળો અને લોજિસ્ટિક્સ મળી આવ્યા હતા.

Breaking News : કાશ્મીરના કઠુઆમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઉસ્માનને 72 હુર પાસે મોકલી આપતુ ભારતીય સુરક્ષાદળ
| Edited By: | Updated on: Jan 23, 2026 | 8:24 PM

જમ્મુ ક્ષેત્રના કઠુઆમાં સુરક્ષા દળોએ આતંકવાદનો ખાત્મો બોલાવવામાં મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ કઠુઆના બિલ્લાવરમાં ઉસ્માન તરીકે ઓળખાતા એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી દારૂગોળો અને લોજિસ્ટિક્સ મળી આવ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં, પોલીસ અને સુરક્ષાદળ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ ઓપરેશન અંગે સેનાએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે 23 જાન્યુઆરીએ કઠુઆના પરહેતર વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી દરમિયાન, આતંકવાદીએ ગોળીબાર કર્યો. ત્યારબાદ સૈનિકોએ મોરચો સંભાળ્યો અને થોડી જ વારમાં આતંકવાદીને ઠાર મારીને 72 હુર પાસે મોકલી આપ્યો.

ઉસ્માન પછી, હવે માવી અને અખ્તરનો વારો

પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે.દેશમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અને આ આતંકવાદીઓ કાશ્મીર પ્રાંતમાં સક્રિય થયા હોવાની બાતમી સુરક્ષા દળોને મળી હતી. જેના અનુસંધાને કઠુઆ અને ઉધમપુર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ ખતરનાક આતંકવાદીઓ વોન્ટેડ હતા તેમના સગડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે આજે ઉસ્માન માર્યો ગયો. હવે માવી અને અખ્તર અલીની શોધ ચાલુ છે, જે પાકિસ્તાની આતંકવાદી છે.

અખ્તર ઘણા વર્ષો પહેલા પાકિસ્તાન ગયો હતો

સ્થાનિક આતંકવાદી અખ્તર ઘણા વર્ષો પહેલા પાકિસ્તાન ગયો હતો. ત્યાં આતંકવાદી તાલીમ મેળવ્યા પછી, તે ભારતમાં પાછો ફર્યો અને કઠુઆ વિસ્તારમાં સક્રિય થયો. તેનું કોડ નામ નિક્કુ છે. સુરક્ષા દળો અને આ આતંકવાદીઓ વચ્ચે તાજેતરમાં બે એન્કાઉન્ટર થયા છે, પરંતુ બંને વખત આ આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા છે.

આતંકવાદીઓ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે

પહેલું એન્કાઉન્ટર 7 જાન્યુઆરીએ કઠુઆના ખૌગ વિસ્તારમાં થયું હતું. બીજું એન્કાઉન્ટર 13 જાન્યુઆરીએ લગભગ ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર થયું હતું. સુરક્ષા દળો ઉધમપુર અને કઠુઆમાં સતત આતંકવાદ વિરોધી કાર્યવાહી કરી રહ્યા છે. જેથી તેમને શક્ય તેટલી વહેલી તકે ખતમ કરી શકાય. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, આ આતંકવાદીઓ પ્રજાસત્તાક દિવસ પર અથવા તેની આસપાસ કોઈ મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

Breaking News : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 8 સૈનિકો ઘાયલ, ઓપરેશન ત્રશી-1 ચાલુ કરાયુ

Published On - 7:44 pm, Fri, 23 January 26