JEE Main Exam Date 2021: જેઇઇ મેઇનની ત્રીજા અને ચોથા ચરણની પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

|

Jul 06, 2021 | 8:22 PM

JEE Main Exam Date 2021 : જેઇઇ મેઇન્સની ત્રીજા અને ચોથા ચરણની પરીક્ષાની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવી તારીખો.

JEE Main Exam Date 2021: જેઇઇ મેઇનની ત્રીજા અને ચોથા ચરણની પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
સાંકેતિક તસ્વીર

Follow us on

JEE Main Exam Date 2021: જેઇઇ મેઇન્સની ત્રીજા અને ચોથા ચરણની પરીક્ષાની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે(Ramesh Pokhriyal, Nishank) જણાવ્યુ કે ત્રીજા ચરણમાં પરીક્ષા જુલાઇ મહિનામાં 20થી25 તારીખ સુધી થશે. સાથે જે ચોથા ચરણની પરીક્ષા 27 જુલાઇ 2021થી 2 ઑગષ્ટ 2021 સુધી થશે. સાથે જ જણાવ્યુ કે જે ઉમેદવાર પહેલા અને બીજા ચરણનું આવેદન નથી કરી શક્યા તો તેઓ ત્રીજા અને ચોથા ચરણ માટે આવેદન કરી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત થનારી જોઇન્ટ એન્ટ્રસ એગ્ઝામ 2021 (JEE Main Exam 2021)ના ત્રીજા અને ચોથા ફેઝની પરીક્ષાની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. આપને જણાવી દઇએ કે કોરોના વાયરસની બીજી લહેરને જોતા એનટીએ દ્વારા JEE Main ફેઝ 3 અને ફેઝ 4ની પરીક્ષાને સ્થગિત કરી દેવાઇ હતી. શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલે પરીક્ષાની તારીખોની ઘોષણા કરી છે. સાથે જ પરીક્ષા કેન્દ્રો પણ વધારાયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ તારીખો દરમિયાન થઇ શકશે આવેદન 

એનટીએ તરફથી એ જાહેરાત કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓએ પહેલા અને બીજા ચરણ માટે આવેદન નથી આપ્યુ. તેઓ આજે એટલે કે 06 જુલાઇથી 08 જુલાઇ 2021 સુધી ઑનલાઇન આવેદન કરી શકે છે. સાથે જ ચોથા ચરણ માટે 09 જુલાઇથી 12 જુલાઇ 2021 સુધી આવેદન કરી શકે છે.  શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે કહ્યુ કે જેઇઇ મેઇનની પરીક્ષા 4 વાર આયોજિત કરવામાં આવશે.

વિદ્યાર્થી બદલી શકશે પરીક્ષા કેન્દ્ર 

જે પણ વિદ્યાર્થીઓનો સ્કોર વધારે હશે તેને ગણવામાં આવશે. સાથે જ શિક્ષણ મંત્રીએ કહ્યુ કે જો વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર બદલવા ઇચ્છે છે તો તેઓ 6થી8 જુલાઇ દરમિયાન લોગઇન કરીને કરી શકે છે. વિદ્યાર્થીઓની સુવિધાને જોતા તેમને પરીક્ષા કેન્દ્ર બદલવાનો વિકલ્પ આપવામાં આવશે.

Next Article