Jammu Kashmir : પુલવામા આતંકવાદી ઠાર, સામસામે ગોળીબારમાં એક જવાન શહીદ

|

Jul 02, 2021 | 12:25 PM

Pulwama Attack : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો. સુરક્ષાદળોએ, એન્કાઉન્ટર (Encounter) વધુ એક આતંકવાદીને ઠાર કર્યો છે, જ્યારે ગોળીબાર બાદ ઘાયલ થયેલા ભારતીય જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Jammu Kashmir : પુલવામા આતંકવાદી ઠાર, સામસામે ગોળીબારમાં એક જવાન શહીદ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Pulwama Attack : બુધવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલતા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે એક જવાન શહીદ (Soldier martyr)  થયો છે.  સેના અધિકારીના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં હાલ આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે.

સુરક્ષા દળોએ અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓને માર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા વધુ એક આતંકવાદીને ઠાર કર્યો છે, જ્યારે ગોળીબાર બાદ ઘાયલ થયેલા ભારતીય જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ અગાઉ બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે આ ફાયરિંગમાં સૈન્યના બે જવાનો પણ ઘાયલ થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમીના આધારે પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)અને આર્મીએ સંયુક્તપણે કુલગામ જિલ્લાના ચિમર ગામમાં કોર્ડન (Corden)અને સર્ચ ઓપરેશન (Serch Opreation) શરૂ કર્યું હતું.

ગોળીબાર બાદ આ સર્ચ ઓપરેશન ફેરવાયું એન્કાઉન્ટરમાં

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબાર બાદ આ સર્ચ ઓપરેશન (Serch opreation) એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. આતંકીઓ દ્વારા ફાયરિંગ શરુ કર્યા બાદ ભારતીય સૈનિકો દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો. જેને કારણે આ ગોળીબાર બાદ સર્ચ આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું.

ભારતીય સેનાનાં અધિકારીના (Army Chief officer) જણાવ્યા મુજબ, શરૂઆતમાં આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ (terrorist) માર્યા ગયા હતા, જ્યારે ત્રીજા આતંકવાદી સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર ઘણા કલાકો સુધી ચાલ્યું હતું, પરંતુ અંતે તેને પણ ઠાર કરવામાં સૈનિકો કામયાબ થયા હતા.જ્યારે સમગ્ર ઘટનામાં એક જવાન શહીદ થયો છે અને બે જવાન ઘાયલ થયા છે અને તેને શ્રીનગરની (Srinagar) સૈન્યની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે

સૈનિક અધિકારીએ (Army Chief) કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને ઘૂસણખોરીને રોકવા માટે અમારી પાસે મજબુત સાધન છે, શાંતિ, સુમેળ સુનિશ્ચિત કરવાનું અમારું આ અભિયાન ચાલુ રહેશે. વધુમાં ઉમેર્યું કે, હંમેશાં આ આતંકીઓ આપણી શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં અવરોધ લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આપણે તેની કાળજી લેવી પડશે. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ લશ્કર-એ-તૈયબનાં (Lashkar -e-taiyab) કમાન્ડર નદીમ અબરારને(Nadim Abrar)  ભારતીય સૈનિકો દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો.

Next Article