Jammu Kashmir: અનંતનાગમાં પોલીસ અને CRPF જવાનો પર આતંકી હુમલો, SPO ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

|

Aug 12, 2022 | 4:50 PM

અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. CRPFના જવાનો આતંકીની શોધમાં લાગેલા છે. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Jammu Kashmir: અનંતનાગમાં પોલીસ અને CRPF જવાનો પર આતંકી હુમલો, SPO ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ
Jammu and Kashmir

Follow us on

કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગમાં આતંકવાદીઓએ (Terrorists) પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો છે, જેમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો આજે બપોરે કુર્કાદલના બિજભેરા વિસ્તારમાં દારા શિકોહ પાર્કમાં થયો હતો, જેમાં એસપીઓ ગુલામ કાદિર ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. CRPFના જવાનો આતંકીની શોધમાં લાગેલા છે. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી તેમની તબિયત વિશે કોઈ અપડેટ નથી પરંતુ ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પહેલા જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદી હુમલામાં બિહારના એક મજૂરનું મોત થયું હતું. આ હુમલો બાંદીપુરા જિલ્લાના ઉજાસ વિસ્તારમાં મોડી રાત્રે થયો હતો, જ્યાં બિહારના મધેપુરાના રહેવાસી મોહમ્મદ અમરેઝ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. આ મામલાની માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે, ઈજાગ્રસ્ત થતા તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું.

 

 

આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ ફરી એકવાર ઉરી હુમલા જેવું કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે તેઓ સુરક્ષા દળોની નજરથી બચી શક્યા ન હતા. ગુરુવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર બે આતંકવાદીઓએ ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા. ચાર કલાક સુધી ચાલેલા ગોળીબાર બાદ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પરગલમાં લશ્કરી છાવણીના બહારના વર્તુળમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓએ બપોરે 2 વાગ્યાની આસપાસ પ્રથમ વખત ગોળીબાર કર્યો હતો.

રાજૌરીથી પરગલનું અંતર 25 કિલોમીટર છે, જ્યારે જમ્મુથી તે 185 કિલોમીટર છે. હુમલો કરનારા બંને ફિદાયીન સંભવત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા. બંને આતંકીઓએ રાત્રે જ કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સતર્ક સૈનિકોએ તેમને જોયા અને ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો.

આ હુમલામાં સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, રાઈફલમેન મનોજ કુમાર અને રાઈફલમેન લક્ષ્મણન ડી શહીદ થયા હતા. એક અધિકારીએ કહ્યું છે કે અમે અમારા ત્રણ જવાન ગુમાવ્યા છે અને અમે તેના માટે શોક વ્યક્ત કરીએ છીએ. સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ રાજસ્થાનના ઝુંઝુનુના, રાઈફલમેન મનોજ કુમાર હરિયાણાના ફરીદાબાદના, રાઈફલમેન લક્ષ્મણન ડી તમિલનાડુના મદુરાઈના છે.

Next Article