Jammu Kashmir: હૈદરપોરા એન્કાઉન્ટરને લઈ રાજકારણ તેજ, હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કરી તપાસની માંગ

|

Nov 18, 2021 | 9:08 PM

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Manoj Sinha)એ ગુરુવારે જણાવ્યું હતું કે હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં એડીએમ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

Jammu Kashmir: હૈદરપોરા એન્કાઉન્ટરને લઈ રાજકારણ તેજ, હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કરી તપાસની માંગ
Congress leader Ghulam Nabi Azad (File Image)

Follow us on

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Congress Leader Ghulam Nabi Azad) કહ્યું કે કાશ્મીર ઘાટીમાં હૈદરપોરા (Hyderpora)માં જે એન્કાઉન્ટર થયું. જેમાં જે સામાન્ય નાગરિકના મોત થયા, તેની તપાસ થવી જોઈએ.

 

ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમના સમયમાં પણ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમને આતંકવાદી ગણાવ્યા હતા પણ તપાસમાં તે નિર્દોષ નિકળ્યા હતા અને આજે ગુનેગારો જેલમાં છે. સાથે જ કહ્યું કે સુરક્ષાદળ સારૂ કામ કરી રહ્યા છે પણ સિક્યોરિટી ફોર્સને પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તે સિવાય કહ્યું કે આ મામલે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ વાત થઈ છે, તેમને કહ્યું કે અમે જમ્મૂ કાશ્મીરને રાજ્ય બનાવીશું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

જમ્મુ અને કાશ્મીર સરકારે હૈદરપોરા એન્કાઉન્ટર કેસની તપાસનો આદેશ આપ્યો છે, જેમાં બે આતંકવાદીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Manoj Sinha)એ ગુરુવારે જણાવ્યું હતું કે હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં એડીએમ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

 

એલજીની ઓફિસે ટ્વિટ કરીને લખ્યું કે, હૈદરપોરા એન્કાઉન્ટરમાં એડીએમ રેન્કના અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ બહાર આવતાની સાથે જ સરકાર યોગ્ય પગલાં લેશે.” કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને ખાતરી આપતા ઉપરાજ્યપાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન નિર્દોષ નાગરિકોના જીવનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેની કાળજી લેવામાં આવશે. કોઈના દ્વારા કોઈને નુકસાન થઈ શકે નહીં કોઈપણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ.

 

 

હકીકતમાં, હૈદરપોરામાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારમાં 4 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં બે નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે બે શંકાસ્પદ આતંકવાદીઓ સામેલ છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓએ આ ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી અને અન્ય પક્ષના નેતાઓએ બુધવારે હૈદરપોરા એન્કાઉન્ટરમાં નાગરિકોની કથિત હત્યા સામે જમ્મુમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

 

એક સત્તાવાર નિવેદનમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, હૈદર અને અમીર અહેમદ તરીકે ઓળખાતા બે આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈમારતના માલિક અલ્તાફ અહેમદ તેમજ ભાડૂત મુદાસિર અહેમદ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગોળી વાગવાને કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓ બાદમાં ઈજાઓના કારણે
મૃત્યુ પામ્યા હતા.

 

આ પણ વાંચો: UP Assembly Election: ભાજપે દિલ્હીની બેઠકમાં ચૂંટણી રેલી, કાર્યક્રમ અને રથયાત્રા અંગે રણનીતિ તૈયાર કરી

Next Article