VIDEO: જમ્મૂ-કાશ્મીર રાજ્યના થયા બે ભાગ, લદ્દાખ અને જમ્મૂ હવે ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશ

|

Oct 31, 2019 | 6:11 AM

5 ઓગસ્ટે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની સાથે તેને બે ભાગમાં વહેંચી દેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં એક ભાગ હતો લદ્દાખ અને બીજો ભાગ હતો જમ્મૂ-કાશ્મીર, સાથે જ બંને ભાગને કેન્દ્રશાસિત રાજ્ય પણ જાહેર કરવામાં આવ્યા હતા.    Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર […]

VIDEO: જમ્મૂ-કાશ્મીર રાજ્યના થયા બે ભાગ, લદ્દાખ અને જમ્મૂ હવે ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશ

Follow us on

5 ઓગસ્ટે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની સાથે તેને બે ભાગમાં વહેંચી દેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં એક ભાગ હતો લદ્દાખ અને બીજો ભાગ હતો જમ્મૂ-કાશ્મીર, સાથે જ બંને ભાગને કેન્દ્રશાસિત રાજ્ય પણ જાહેર કરવામાં આવ્યા હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જમ્મૂ-કાશ્મીરને મળેલા રાજ્યનો દરજ્જો આજે ખત્મ થઈ ગયો અને તેની સાથે જ તેને ઔપચારિક રીતે 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવામાં આવ્યા. તેની સાથે જ બંને કેન્દ્રશાસિત રાજ્યોના લેફ્ટનન્ટ ગવર્નર પણ તેમનો પદભાર સંભાળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને આર.કે.માથુર લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પદભાર ગ્રહણ કરશે. તેને લઈને શ્રીનગરમાં અને લેહમાં 2 અલગ અલગ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. જમ્મૂ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ શપથ લેવડાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રથમ વખત કોઈ રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યા

ભારતમાં એવા ઘણા ઉદાહરણ છે, જ્યારે કોઈ કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યમાં ફેરવવામાં આવ્યા હોય કે એક રાજ્યને 2 રાજ્યોમાં વહેંચવામાં આવ્યા હોય પણ એવું પ્રથમ વખત છે કે એક રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યા હોય. તેની સાથે જ દેશમાં રાજ્યોની સંખ્યા 28 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા 9 થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મોદી સરકારે કલમ 370 હેઠળ જમ્મૂ-કાશ્મીરને આપેલા વિશેષ રાજ્યના દરજ્જાને ખત્મ કરવા અને રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો, જેને સંસદે પણ મંજૂરી આપી છે. કાયદા મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં પુડ્ડુચેરીની જેમ જ વિધાનસભા હશે, જ્યારે લદ્દાખ ચંદીગઢની જેમ વિધાનસભા વગરનું કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

Next Article