ભાજપે ત્રિરંગો હાઇજેક કર્યો, લોકોને તેને ખરીદવા અને ફરકાવવા દબાણ કર્યું: મહેબૂબા મુફ્તી

|

Aug 11, 2022 | 7:21 PM

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ (Mahbooba Mufti) 'હર ઘર તિરંગા' અભિયાન પર ટિપ્પણી કરી છે અને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર લોકોને ત્રિરંગો ખરીદવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપે ત્રિરંગો હાઇજેક કર્યો, લોકોને તેને ખરીદવા અને ફરકાવવા દબાણ કર્યું: મહેબૂબા મુફ્તી
Mehbooba Mufti

Follow us on

કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનની ટીકા થઈ રહી છે. હવે ભાજપના (BJP) પૂર્વ સહયોગી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ (Mahbooba Mufti) પણ આ અભિયાન પર ટિપ્પણી કરી છે અને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર લોકોને ત્રિરંગો ખરીદવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ લોકોને ત્રિરંગો ખરીદવા દબાણ કરી રહી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર ત્રિરંગાને હાઇજેક કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ સાથે જ મહેબૂબા મુફ્તીએ પૂછ્યું કે શું ભારતીયો પહેલા ત્રિરંગાનું સન્માન નહોતા કરતા?

તેમણે ટ્વીટ કર્યું, ભારતીય ધ્વજ માત્ર એક ધ્વજ નથી, પરંતુ આ આઝાદી મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી સહિત ભારતીયોએ કરેલા સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક છે, પરંતુ ભાજપે તેનું માત્ર રાજનીતિકરણ જ નથી કર્યું પરંતુ તેને હાઈજેક પણ કર્યું છે. જાણે ભારતીયોએ અગાઉ ધ્વજનું સન્માન જ નથી કર્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

અન્ય ટ્વિટમાં, તેમણે કહ્યું, કાશ્મીરમાં, ભાજપે લોકોને તેને ખરીદવા અને લહેરાવવા માટે દબાણ કરવા માટે તમામ પ્રકારના બળજબરીનાં પગલાંનો ઉપયોગ કરીને તેની પ્રતિષ્ઠાને વધુ કલંકિત કરી છે. મહેબૂબા મુફ્તીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે બીજેપી કાર્યકર્તાઓ કથિત રીતે લોકોને ત્રિરંગો ખરીદવા માટે ઘણી જગ્યાએ દબાણ કરી રહ્યા છે. તાજેતરમાં, એવા પણ અહેવાલ હતા કે જે લોકો હરિયાણામાં ત્રિરંગો નથી ખરીદી રહ્યા તેમને અનાજ આપવામાં આવી રહ્યું નથી.

સિમરનજીત સિંહ માન એ ત્રિરંગાનો બહિષ્કાર કર્યો હતો

અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માનએ ત્રિરંગાનો બહિષ્કાર કર્યો છે. તેમણે પંજાબના તમામ લોકોને 14-15 ઓગસ્ટે ત્રિરંગાની જગ્યાએ તેમના ઘર અને દુકાનો પર નિશાન સાહિબ લગાવવા અને ફરકાવવાની અપીલ કરી. એટલું જ નહીં, સિમરનજીત માને તો એક આતંકવાદી ભિંડરાનવાલેને શહીદ ગણાવ્યો અને ભારતીય સુરક્ષા દળોને દુશ્મનોનું સુરક્ષા બળ ગણાવ્યું હતું.

Published On - 7:18 pm, Thu, 11 August 22

Next Article