Jammu Kashmir: અનંતનાગની મેટરનિટી હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી, અનેક લોકો ઘાયલ

|

Mar 01, 2022 | 4:31 PM

અનંતનાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હીટિંગ ગેસ લીક થવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો.આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Jammu Kashmir: અનંતનાગની મેટરનિટી હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી, અનેક લોકો ઘાયલ
Cylinder blast in Anantnag (File Photo)

Follow us on

Jammu Kashmir :  જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મોટો વિસ્ફોટ થયો છે. મંગળવારે અનંતનાગમાં(Anantnag) મેટરનિટી એન્ડ ચાઈલ્ડ કેર હોસ્પિટલ (MCCH)માં સિલિન્ડર બ્લાસ્ટ (cylinder blast) થવાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. MCCH અનંતનાગના એક અધિકારીએ જણાવ્યું કે, હોસ્પિટલના એક વિભાગમાં હીટિંગ ગેસ લીક થવાને કારણે આ વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે આ ઘટનામાં કેટલાક કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે GMCમાં દાખલ કરવામાં આવ્યા છે.

સરકારી હોસ્પિટલમાં આગ

આ પહેલા જમ્મુની સરકારી મેડિકલ કોલેજ (GMC) હોસ્પિટલમાં 22 ફેબ્રુઆરીએ આગ લાગી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બક્ષી નગર હોસ્પિટલના વોર્ડ નંબર આઠના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. જેના પર તાત્કાલીક કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર અને ઈમરજન્સી સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતુ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની માહિતી મળ્યા બાદ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

બાંદીપોરામાં ગ્રેનેડ બ્લાસ્ટ

થોડા દિવસો પહેલા બાંદીપોરાથી ગ્રેનેડ વિસ્ફોટના સમાચાર સામે આવ્યા હતા. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા બાદ બાંદીપોરા જિલ્લામાં વધુ એક વિસ્ફોટ થયો હતો.આ બ્લાસ્ટ જમ્મુના શાસ્ત્રી નગર વિસ્તારમાં થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે શાસ્ત્રીનગરના સંજય નગર વિસ્તારમાં પાવર ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક નીકળ્યો હતો, જેના કારણે તેની નીચે પડેલા કચરામાં આગ લાગી હતી. આગમાં સંભવતઃ કોઈ જ્વલનશીલ પદાર્થ હતો, જે જોરદાર અવાજ સાથે ફાટ્યો હતો.

આ પહેલા બાંદીપોરાના નિશાત પાર્ક પાસે આતંકવાદીઓએ પોલીસ પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Manipur Elections: ‘જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે’ PM મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર

Next Article