Jammu-Kashmir: સોશ્યલ મિડિયા પોસ્ટ પર વિવાદ બાદ કિશ્તવાડ અને ડોડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ, કર્ફ્યુ લાદવામાં આવ્યો

|

Jun 10, 2022 | 9:07 AM

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ના ડોડા જિલ્લાના ભદરવાહમાં પ્રોફેટ મુહમ્મદ વિશેની ટિપ્પણીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા પછી પરિસ્થિતિ તંગ બની ગઈ હતી, જેના કારણે ગઈકાલે કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ આજે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.

Jammu-Kashmir: સોશ્યલ મિડિયા પોસ્ટ પર વિવાદ બાદ કિશ્તવાડ અને ડોડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ, કર્ફ્યુ લાદવામાં આવ્યો
Jammu-Kashmir: Internet services shut down, curfew imposed in many areas of Kishtwar and Doda districts

Follow us on

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં સ્થિતિ ફરી તંગ બનતી જોવા મળી રહી છે. ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશના ડોડા જિલ્લામાં સોશિયલ મીડિયા પોસ્ટ(Social Media Post)ને લઈને તણાવ વધી ગયો હતો. તણાવ વધ્યા પછી, વહીવટીતંત્રે ગઈકાલે જ આ વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો હતો, પરંતુ શુક્રવારે સવારે વહીવટીતંત્ર દ્વારા ડોડા જિલ્લાના ભદરવાહ શહેરમાં ઈન્ટરનેટ સેવા(Internet Service)ઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ થોડા સમય બાદ કિશ્તવાડ જિલ્લામાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ બંને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો. તેમજ ભડકાઉ ભાષણ અંગે પણ કેસ નોંધવામાં આવ્યો છે. 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડોડા બાદ કિશ્તવાડમાં ઈન્ટરનેટ બંધ

ડોડા જિલ્લા બાદ કિશ્તવાડ જિલ્લામાં સ્થિતિ તંગ બનતી જોઈને જિલ્લા પ્રશાસને શુક્રવારે સવારે સાવચેતીના વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો હતો અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

ડોડા બાદ કિશ્તવાડમાં ઈન્ટરનેટ બંધ

અગાઉ, ડોડા જિલ્લાના સ્થાનિક અધિકારીઓએ સમગ્ર મામલાની માહિતી આપતાં કહ્યું હતું કે પોલીસે કથિત ભડકાઉ ભાષણ માટે કેસ નોંધ્યો છે અને લોકોને કાયદો હાથમાં લેવાની ચેતવણી આપી છે. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે સાંપ્રદાયિક તણાવને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 

ભાજપના પૂર્વ નેતાની ટિપ્પણી પર ભડકાઉ ભાષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કથિત ભડકાઉ ભાષણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આયોજિત વિરોધ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ભડકાઉ ભાષણની કથિત વિડિયો ક્લિપ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

Published On - 9:07 am, Fri, 10 June 22

Next Article