Jammu-Kashmir : અનંતનાગમાં મોટું એન્કાઉન્ટર, સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા

|

Mar 11, 2021 | 7:55 PM

Jammu-Kashmir : અનંતનાગના બીજબેહરાના કનિદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.

Jammu-Kashmir : અનંતનાગમાં મોટું એન્કાઉન્ટર, સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા

Follow us on

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના અહેવાલ મળ્યા છે.  અનંતનાગના બીજબેહરાના કનિદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાએ એન્કાઉન્ટર કર્યું જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ આતંકવાદીઓની ઓળખ હજી થઈ નથી.

આતંકવાદીઓએ સરેન્ડર ન કર્યું
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે ઓપરેશન શરૂ થયા બાદ આ વિસ્તારના આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારની વચ્ચે સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરીને કડક કાર્યવાહી કરીને આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહ્યું હતું. જો કે આતંકવાદીઓએ સરેન્ડર ન કર્યું અને આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું
ગુરુવારે સવારે ફરી એકવાર સુરક્ષા દળોએ અહીં એક મોટી કાર્યવાહી શરૂ કરી અને બે છુપાયેલા આતંકીઓને ઠાર માર્યા. જોકે તેઓની ઓળખ હજી થઈ નથી. ઓપરેશન બાદ સુરક્ષા દળોએ અહીં મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું  છે.

Next Article