Jammu Kashmir: ગુલાબ નબી આઝાદે ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું, કહ્યું- કોંગ્રેસ ટ્વિટર સુધી સીમિત, મારું હૃદય જમ્મુ-કાશ્મીર માટે છે

|

Sep 04, 2022 | 2:43 PM

જૂના દિવસોનો ઉલ્લેખ કરતા તેમણે (Ghulam Nabi Azad) કહ્યું છે કે 50 વર્ષ પાર્ટી માટે કામ કર્યું છે. આજે હું કંઈ નથી, છતાં મને રાજ્યની જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, મને આટલો પ્રેમ અને સમર્થન આપવા બદલ આપ સૌનો આભાર.

Jammu Kashmir: ગુલાબ નબી આઝાદે ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું, કહ્યું- કોંગ્રેસ ટ્વિટર સુધી સીમિત, મારું હૃદય જમ્મુ-કાશ્મીર માટે છે
Ghulam Nabi Azad In Jammu

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) સૈનિક મેદાનમાં જનસભાને સંબોધિત કરતા ગુલાબ નબી આઝાદે (Ghulam Nabi Azad) ફરી કોંગ્રેસ (Congress) પર નિશાન સાધ્યું છે. તેમણે રાજ્યની જનતા પ્રત્યે પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે. આઝાદે કહ્યું કે તેમનું હૃદય હંમેશા જમ્મુ-કાશ્મીર માટે ધડકે છે. તેમના હૃદયના ધબકારા રાજ્યનો અવાજ છે. પોતાના જૂના દિવસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે તેમણે 50 વર્ષથી પાર્ટી માટે કામ કર્યું છે. તેમણે કહ્યું, આજે હું કંઈ નથી, છતાં મને રાજ્યની જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, મને આટલો પ્રેમ અને સમર્થન આપવા બદલ આપ સૌનો આભાર.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આઝાદે જનસભામાં ફરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે તેમની અલગ પાર્ટીની રચનાથી કોંગ્રેસમાં ગુસ્સાનું વાતાવરણ છે. આઝાદે કહ્યું કે તેમણે 53 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે અને તેમના જેવા ઘણા નેતાઓએ કોંગ્રેસને આ સ્થાને લાવવા માટે સખત મહેનત કરી હતી, પરંતુ આજે કોંગ્રેસ જમીન પરથી ગાયબ થઈ ગઈ છે. આઝાદે રાહુલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ દિલ્હીમાં બેસીને કોમ્પ્યુટર ચલાવતા નેતા નથી, તેઓ જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા છે.

દુઆમાં માંગી જમીન

આઝાદે રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું કે, હું અલ્લાહને દુઆ કરું છું કે તે મને જમીન નસીબ કરે અને તેમને ટ્વીટ નસીબ કરે. તેમણે કહ્યું, મેં મારા અઢી વર્ષના કાર્યકાળમાં રાજ્યમાં ઘણું કામ કર્યું છે. ડબલ અને ટ્રિપલ પાળી કરી કામ કર્યું અને ટ્યૂલિપ ગાર્ડન મારા સમયમાં બનાવવામાં આવ્યા છે. મને તેનો ગર્વ છે.

રોડ શોમાં ભવ્ય સ્વાગત

જમ્મુ અને કાશ્મીરના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રવિવારે જાહેર સભાને સંબોધતા પહેલા રોડ શોમાં હાજરી આપી હતી. જમ્મુ પહોંચતા જ તેમના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ ગુલામ સૈનિક કોલોની સ્થિત મેદાન પર પહોંચ્યા અને જનસભાને સંબોધિત કરી. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટના રોજ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ ડઝનબંધ પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો અને સ્થાનિક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

Next Article