Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

|

Dec 15, 2021 | 8:46 AM

એન્કાઉન્ટર રાજપુરા વિસ્તારના ઉસગામ પાથરીમાં થયું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો છે. આતંકીની ઓળખ શોપિયાંના રહેવાસી ફિરોઝ અહમદ ડાર (Feroz Ahmad Dar) તરીકે થઈ

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
One terrorist killed in encounter in Pulwama

Follow us on

Encounter in Jammu Kashmir Pulwama: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપુરા(Rajpura)  વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Encounter) વચ્ચે મંગળવારે મોડી રાત્રે અથડામણ શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. આ એન્કાઉન્ટર રાજપુરા વિસ્તારના ઉસગામ પાથરીમાં થયું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો છે. આતંકીની ઓળખ શોપિયાંના રહેવાસી ફિરોઝ અહમદ ડાર (Feroz Ahmad Dar) તરીકે થઈ છે. સુરક્ષા દળોને અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આતંકીઓએ ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. 

 

આના એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંચના બહેરામગાલા વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મંગળવારે વહેલી સવારે ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ કર્યું જેમાં આતંકવાદીનું મોત થયુ. 

AK-47 સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47 રાઈફલ, ચાર મેગેઝીન અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સોમવારે શ્રીનગરની બહારના વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 

અગાઉ પુલવામામાં આતંકવાદી માર્યો ગયો હતો

રવિવારે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બરગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.

Next Article