Jammu Kashmir : રામબનમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતાં 6-7 લોકો ફસાયાની આશંકા, 1ને બચાવી લેવાયો

|

May 20, 2022 | 7:49 AM

રામબનના (Ramban) ડેપ્યુટી કમિશનર મસરતુલ ઇસ્લામ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિતા શર્મા ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે.

Jammu Kashmir : રામબનમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતાં 6-7 લોકો ફસાયાની આશંકા, 1ને બચાવી લેવાયો
part of an under-construction tunnel collapsed
Image Credit source: ANI

Follow us on

ગુરુવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) રામબન (Ramban) જિલ્લાના મીરકોટ વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના (Jammu-Srinagar National Highway) ખૂની નાળા પર નિર્માણાધીન ચાર માર્ગીય ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. રામબનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે 6 થી 7 લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો. છે. બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે કામકાજ દરમિયાન ખૂની નાળામાં ટનલની આગળની બાજુનો એક નાનો હિસ્સો તૂટી પડ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ અને સેના દ્વારા તરત જ સંયુક્ત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સુરંગની અંદર ફસાયેલા લોકો ટનલના કામકાજમાં રોકાયેલી કંપનીના છે. તેમણે એમ પણ કહ્યું કે બનિહાલથી ઘટનાસ્થળે ઘણી એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે. રામબનના ડેપ્યુટી કમિશનર મસરતુલ ઇસ્લામ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિતા શર્મા ઘટનાસ્થળે પોહચી ગયા છે અને બચાવ કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લદ્દાખમાં પણ નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો

ગયા મહિનાની શરૂઆતમાં, લદ્દાખના નુબ્રા સબડિવિઝનમાં નિર્માણાધીન પુલનો એક ભાગ એકાએક ફુંકાયેલા તોફાની પવનને કારણે તૂટી પડ્યો હતો અને તેના કાટમાળ નીચે 6 મજૂરો ફસાયા હતા. 12 કલાક સુધી ચાલેલા સંયુક્ત બચાવ અભિયાન બાદ ઘટનાસ્થળેથી ચાર મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને અન્ય બે લોકોને બચાવી લેવાયા હતા. બચાવી લેવામાં આવેલા બંને મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના રાજ કુમાર અને વરિન્દર, છત્તીસગઢના મનજીત અને પંજાબના લવ કુમાર તરીકે થઈ હતી. ઘાયલોમાં રાજૌરીના કોકી કુમાર અને છત્તીસગઢના રાજકુમારનો પણ સમાવેશ થાય છે.

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આરકે માથુરે બચાવ કામગીરીની દેખરેખ રાખી હતી. આ સાથે તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. ઘટના પછી તરત જ, સ્થાનિક 102 બ્રિગેડ ઓફ આર્મી, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ના વિજયક પ્રોજેક્ટ અને લેહ ખાતે એરફોર્સ સ્ટેશનની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવાયેલા લોકોને લેહ પહોંચાડવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને, ખાસ કરીને પુલના નિર્માણમાં રોકાયેલા મજૂરોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

 

Next Article