Jammu-Kashmir: પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુલવામામાં (Pulwama) સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુલવામામાં (Pulwama) સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાકર્મીઓએ આજે શુક્રવારે 3 આતંકવાદીઓના સહયોગીઓની ધરપકડ કરી છે. જેઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંબંધિત છે. સુરક્ષાકર્મીઓએ આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લાની પોલીસે 55 RR અને 182 / 183 Bn CRPF સાથે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ જિલ્લામાં આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ આપતા હતા. તેમની પાસેથી એક એકે રાઈફલ, ત્રણ મેગેઝીન અને 69 એકે રાઉન્ડ મળી આવ્યા હતા.
Jammu & Kashmir | Pulwama Police along with 55 RR and 182/183 bn CRPF has arrested 3 terrorist associates of terror outfit JeM. They were providing logistical support to terrorists in the district. One AK rifle, three magazines and 69 AK rounds were recovered from them
— ANI (@ANI) April 1, 2022
શોપિયાં અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો
આ પહેલા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જેકે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળો દ્વારા શોપિયન જિલ્લાના તુર્કવાંગમ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની જવાબી ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
2 દિવસ પહેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા
પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીની ઓળખ મેળવવામાં આવી રહી છે અને તે ક્યા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અભિયાન હજુ પણ ચાલુ છે. એ જ રીતે બે દિવસ પહેલા બુધવારે શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ મધ્યરાત્રિએ વિસ્તારને ઘેરી લીધા પછી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પછી ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક પાસે ‘મીડિયા ઓળખ કાર્ડ’ હતું.
તેણે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, ‘માર્યા ગયેલા લશ્કરના એક આતંકવાદી પાસે ‘મીડિયા ઓળખ કાર્ડ’ હતું, જે સ્પષ્ટપણે મીડિયાનો દુરુપયોગ સૂચવે છે.ના એડિટર-ઇન-ચીફ છે. આ સમાચાર એજન્સીનો કોઈ પત્તો નથી. બીજા આતંકીની ઓળખ હિલાલ અહેમદ તરીકે થઈ છે. ઓપરેશન વિશે માહિતી આપતા કુમારે કહ્યું કે, બુધવારે સાંજે પોલીસને શહેરના રૈનાવારી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
(ઇનપુટ ભાષા)
આ પણ વાંચો: ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત