જમ્મૂ-કાશ્મીરના પહાડી સમુદાયને મળી શકે છે STનો દરજ્જો, અમિત શાહ કરી શકે છે મોટી જાહેરાત

નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય કફીલ ઉર રહેમાને કહ્યું, “સમુદાય પહેલા આવે છે, રાજકારણ પછી. આપણે બધાએ રેલીમાં જોડાઈને આપણી સામૂહિક તાકાત બતાવવી જોઈએ. જો આજે આપણે એસટીનો દરજ્જો નહીં મેળવીએ તો આપણે તેને ક્યારેય મેળવી શકીશું નહીં.

જમ્મૂ-કાશ્મીરના પહાડી સમુદાયને મળી શકે છે STનો દરજ્જો, અમિત શાહ કરી શકે છે મોટી જાહેરાત
Home Minister Amit Shah Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 7:14 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) તેમની ત્રણ દિવસીય જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ પહાડી સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. મંગળવાર અને બુધવારે, તેઓ રાજૌરી અને બારામુલ્લામાં બે રેલીઓને સંબોધિત કરશે, જેમાં પહાડી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દરમિયાન તે પહાડીઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી, હંદવાડા, પુંછ અને બારામુલ્લામાં પહાડી સમુદાયના લોકોની મોટી વસ્તી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહાડી લોકોને એસટીનો દરજ્જો આપવાની શક્યતાને કારણે નેશનલ કોન્ફરન્સ પાર્ટીમાં રાજકીય વિવાદ અને મતભેદો સર્જાયા છે. એક તરફ ગુર્જર જનજાતિના સભ્યોએ સોમવારે શોપિયાંમાં વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્રને સમુદાયના અનુસૂચિત જનજાતિની સ્થિતિની સાથે ના રમવાની માંગ કરી તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્યએ જમ્મુ કાશ્મીરના લોકોને કેન્દ્રીય ગૃહપ્રધાનની રેલીમાં સામેલ થવા માટે અપીલ કરી.

‘સમુદાય પહેલા, રાજકારણ પછી’

નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય કફીલ ઉર રહેમાને કહ્યું, “સમુદાય પહેલા આવે છે, રાજકારણ પછી. આપણે બધાએ રેલીમાં જોડાઈને આપણી સામૂહિક તાકાત બતાવવી જોઈએ. જો આજે આપણે એસટીનો દરજ્જો નહીં મેળવીએ તો આપણે તેને ક્યારેય મેળવી શકીશું નહીં. ફકીલ ઉર રહેમાને પોતાના સમર્થકોને જણાવ્યું કે બારામુલ્લાની યાત્રા માટે 20 બસ તૈયાર રાખવામાં આવી છે, જ્યાં અમિત શાહ બુધવારે રેલીને સંબોધિત કરશે. આ સિવાય રાજૌરીના અન્ય એક વરિષ્ઠ નેશનલ કોન્ફરન્સના નેતા મુસ્તાક બુખારી અને અન્ય ઘણા લોકોએ પહેલેથી જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને પહાડીઓને એસટીનો દરજ્જો આપવાના મુદ્દે ભાજપને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર બેગે પણ પહાડી સમુદાયને રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી છે. બેગ, જે એક પહાડી નેતા પણ છે, તેમણે નવેમ્બર 2020માં જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)માંથી રાજીનામું આપ્યું હતું.

પીડીપીએ ભાજપ પર લગાવ્યો હતો મોટો આરોપ

આ પહેલા પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) જમ્મુ ક્ષેત્રમાં પહાડીઓ અને ગુર્જરોને એકબીજાની સામે ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. “પીર પંજાલ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણો તણાવ છે કારણ કે ત્યાં પહાડી સમુદાય માટે આરક્ષણની વાત ચાલી રહી છે,” તેમણે કહ્યું ભાઈઓને દુશ્મન બનાવવામાં આવ્યા છે. તેઓ એકબીજા સામે લડવા માટે તૈયાર થઈ રહ્યા છે.

મુફ્તીએ કહ્યું કે ગુર્જર અને પહાડીઓ સદીઓથી સાથે રહે છે અને એકબીજા સામે લડવાનું બંધ કરવું જોઈએ. “હું ગુર્જર, બકરવાલ અને પહાડી સમુદાયોને વિનંતી કરું છું કે તેઓ એકબીજા સામે લડવાનું બંધ કરે અને યાદ રાખે,” તેમણે કહ્યું. બધું ભગવાન દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ભગવાન તે જ આપશે જેના માટે વ્યક્તિ યોગ્ય છે. ગૃહમંત્રીઓ આવશે અને જશે, ભાજપ આજે છે, કાલે નહીં. મુફ્તીએ કહ્યું, જો કે, દુશ્મનાવટ, તિરાડ જે સર્જાઈ રહી છે (તે રહેશે)… તમે બધા એક છો… અને એક જ જગ્યાએ રહો છો.

g clip-path="url(#clip0_868_265)">