જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ ઠાર, એક આતંકી સુરક્ષાદળોના ઘૂંટણીયે પડ્યો

|

May 06, 2021 | 9:30 AM

શોપિયનના કનિગામમાં, આંતકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો હતો. ધેરો નાખેલા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ ક્યા છુપાયા છે તેની ચોક્કસ વિગતો સામે આવતા, સુરક્ષાદળોએ એટલા વિસ્તાર પૂરતો ઘેરો કિલ્લેબંધીમમાં ફેરવી નાખ્યો હતો.

જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ ઠાર, એક આતંકી સુરક્ષાદળોના ઘૂંટણીયે પડ્યો
જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

Follow us on

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે. જ્યારે એક આતંકવાદીએ સુરક્ષાદળો સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. એન્કાઉન્ટરની વચ્ચે શરણે થનારા આતંકવાદીનુ નામ તૌસિફ અહેમદ તરીકે જણાવવામાં આવી રહ્યું છે. સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યા અનુસાર, શોપિયાન જિલ્લામાં જે સ્થળે એન્કાઉન્ટર થયુ છે ત્યાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આજે 6 મેને ગુરુવારની વહેલી સવારે અધિકારીક સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શોપિયનના કનિગામમાં, આંતકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો હતો. ધેરો નાખેલા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ ક્યા છુપાયા છે તેની ચોક્કસ વિગતો સામે આવતા, સુરક્ષાદળોએ એટલા વિસ્તાર પૂરતો ઘેરો કિલ્લેબંધીમમાં ફેરવી નાખ્યો હતો.

આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે બાતમી આપી હતી કે શોપિયનમાં સુરક્ષાદળોએ જે સ્થળે એન્કાઉન્ટર કર્યુ છે તે અલ બદર નામના નવા આતંકી સંગઠનમાં નવા ભરતી પામેલા ચાર સ્થાનિક આતંકવાદીઓ છુપાયા છે. જેઓને હથિયાર મૂકીને શરણાગતિ સ્વીકારી લેવાનો પોલીસે પ્રયાસ આદર્યો હતો. જો કે તેમા સફળતા ના મળતા, આખરે સુરક્ષાદળોએ, આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગયા મહિને સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન અલ બદરના એક આતંકવાદીની ધરપકડ કરી હતી, જેની પાસેના ઘાતક હથિયારો અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. પકડાયેલા આતંકવાદીની ઓળખ ગુલઝાર અહેમદ ભટ, અનંતનાગના બાથપોરા અરવાનીના રહેવાસી તરીકે થઈ હતી.

જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં માર્ચ મહિનામાં પણ સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન અલ બદરના વિભાગીય કમાન્ડર ગનાઈ ખ્વાજાની ઠાર માર્યો હતો. હત્યા કરાયેલા આતંકવાદી પાસેથી શસ્ત્રો અને ઘણી બધી ગોળીઓ મળી આવી હતી.

Next Article