જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યા, છેલ્લા 24 કલાકમાં ત્રીજો આતંકી ઠાર

|

Oct 11, 2021 | 10:41 PM

માહિતી અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છુપાયા હોવાની જાણ મળી હતી. આ પછી, સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોએ ત્રીજું એન્કાઉન્ટર કર્યું છે. હાલમાં જવાબી કાર્યવાહી તરીકે શોપિયાના તુલરાન વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલું છે. એક ઘરમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. બાદમાં સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યાગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજું એન્કાઉન્ટર શોપિયાના ખોરીપેડા વિસ્તારમાં થયું હતું. તો જવાનોએ આતંકીઓને સરેન્ડર કરવા માટે કહ્યું છે.

જ્યારે તે સરેન્ડર બાબતે સહમત ન થયા ત્યારે બંને તરફે ઘર્ષણ શરુ થઇ ગયું. ત્યારે ન્યૂઝ એજન્સી ANI એ એક વીડિયો પણ બહાર પાડ્યો છે જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના રજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ ફરી એક વખત હુમલો કર્યો હતો. આતંકીઓની નાપાક હરકતના લીધે સેનાના એક ઓફિસર સહિત 5 જવાન શહીદ થયા છે. માહિતી અનુસાર પીર પંજાલ રેન્જમાં કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક JCO સહિત 5 જવાન શહીદ થયા. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના જ પુંછ વિસ્તારમાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સોમવાર સવારે એન્કાઉન્ટર થયું. ડિફેન્સ PROએ જણાવ્યું, ગુપ્ત માહિતી મળતાં સુરક્ષા દળોએ પૂંછના સુરાનકોટ વિસ્તારમાં ડેરા સ્ટ્રીટને અડીને આવેલા ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

 

આ પણ વાંચો: બહેનના લગ્નના 12 દિવસ પહેલા ભાઈની હત્યા, રૂપિયા માંગવા આવેલા યુવકની કુહાડી મારી થઈ હત્યા

આ પણ વાંચો: Mehbooba Mufti સામે દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ, આર્યનની ધરપકડને ‘ખાન’ હોવાની સજા ગણાવી હતી

Next Video