Jammu Kashmir: પુલવા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન હાથ ધર્યું

|

Aug 21, 2021 | 9:38 AM

અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

Jammu Kashmir: પુલવા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ શનિવારે જૈશ-એ-મોહમ્મદ (JeM) ના ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલમાં જંગલના વિસ્તારોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આ વિસ્તારમાં અન્ય આતંકીઓની શોધ ચાલુ છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ શિક્ષણ વિભાગના કર્મચારી જાવેદ અહમદના ઘરમાં ઘૂસીને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં ગોળી મારી હત્યા કરી હતી. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે, આતંકીઓની શોધ ચાલુ છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, 35 વર્ષીય જાવેદ અહેમદ શુક્રવારે રાત્રે ત્રાલના લુરગામમાં તેમના ઘરે હતા. શુક્રવારે રાત્રે લગભગ 9:35 વાગ્યે આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી અને નાસી ગયા હતા.

 

શુક્રવારે જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ માર્યા ગયા હતા. બંને આતંકવાદીઓ લોકોની હત્યા માટે જવાબદાર ટુકડીનો ભાગ હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે પુલવામા જિલ્લાના પંપોર વિસ્તારમાં ક્રુમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની હાજરીની જાણ થતાં જ તેમને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું. પરંતુ તેઓએ સંયુક્ત સર્ચ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો અને એન્કાઉન્ટર થયું હતું.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકી માર્યા ગયા હતા અને તેમના મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યા છે. તેમની ઓળખ ખરુના મુસાઇબ અહેમદ ભટ્ટ અને ચકુરા પુલવામાના મુઝામિલ અહેમદ રાથર તરીકે થઇ છે.

પોલીસ રેકોર્ડ મુજબ ભટ્ટ નાગરિકોની સતામણી સહિત અનેક આતંકવાદી હુમલાના આયોજન અને અમલમાં સામેલ હતા. તેમણે કહ્યું, “તે ત્રાલના લુરગામ વિસ્તારમાં જવિદ અહમદ મલિક નામના નાગરિકની હત્યામાં પણ સામેલ હતો અને દક્ષિણ કાશ્મીરમાં નાગરિકોની હત્યા માટે જવાબદાર હિઝબુલ મુજાહિદ્દીનની ટુકડીનો ભાગ હતો.”

31 જુલાઇએ એન્કાઉન્ટર થયું હતું
આ પહેલા 31 જુલાઇની સવારે સુરક્ષા દળો દ્વારા પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામાના નાગબેરન-તરસર જંગલ વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા દળો વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. સેના અને પોલીસને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો  : SugarCane Farming : શેરડીની ખેતી કરતા ખેડૂતોને સરકારના આ એક નિર્ણયથી થશે ફાયદો

આ પણ વાંચો :Raksha Bandhan 2021: રક્ષાબંધન પર ઘરે ભાઈઓ માટે પનીર સેન્ડવીચ બનાવો, જાણો તેની રેસિપી

Published On - 9:16 am, Sat, 21 August 21

Next Article