મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડ સહિત બે મિત્રોના ઘર પર આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ રેડ રાત્રે 3 વાગ્યાથી દિલ્હી અને મધ્યપ્રદેશમાં ભોપાલ અને ઈન્દોર સહિત 6 જગ્યાએ થઈ હતી. આવકવેરા વિભાગે કમલનાથના અંગત સચિવ પ્રવિણ કક્કડના વિજય નગર સ્થિત […]
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડ સહિત બે મિત્રોના ઘર પર આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
આ રેડ રાત્રે 3 વાગ્યાથી દિલ્હી અને મધ્યપ્રદેશમાં ભોપાલ અને ઈન્દોર સહિત 6 જગ્યાએ થઈ હતી. આવકવેરા વિભાગે કમલનાથના અંગત સચિવ પ્રવિણ કક્કડના વિજય નગર સ્થિત ઘર પર રેડ પાડી હતી. તે સિવાય કમલનાથના નજીકના રાજેન્દ્ર કુમાર મિગલાનીના ઘરે પણ રેડ પડી છે. આ રેડનમાં 15થી વધારે અધિકારી તપાસ કરી રહ્યા છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
તપાસમાં મળી શકે છે વધારે રકમ
આવકવેરા વિભાગ દિલ્હીને જાણકારી મળી હતી કે લોકસભા ચૂંટણીમાં હવાલાની રકમ ફેરવવામાં આવે છે. આ સુચનાના આધારે આવકવેરા વિભાગે આ રેડ પાડી છે. આવકવેરા વિભાગે જણાવ્યુ કે આ રેડમાં 9 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા મળી શકે છે. કમલનાથના અંગત સચિવ પ્રવીણ કાક્કરએ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ માટે અભિયાન ચલાવ્યુ હતુ અને ભંડોળ ઊભુ કર્યુ હતુ.