ISRO ફ્રીમાં શીખવશે Geo processing using python 11 દિવસમાં, જાણો કોણ ભરી શકે છે ફોર્મ

|

Jan 11, 2021 | 7:28 PM

ISRO એ વિધાર્થીઓ , રિસર્ચર , અને પ્રોફેશલ્સ માટે એક ફ્રી સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કર્યો છે. આ કોર્ષનું નામ Geo processing using python છે.

ISRO ફ્રીમાં શીખવશે Geo processing using python 11 દિવસમાં, જાણો કોણ ભરી શકે છે ફોર્મ

Follow us on

ISROએ વિધાર્થીઓ , રિસર્ચર , અને પ્રોફેશલ્સ માટે એક ફ્રી સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કર્યો છે. આ કોર્સનું નામ Geo processing using python છે. આ કોર્સ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ રિમોર્ટ સેસિંગ દ્વારા સંચાલિત કરવામાં આવશે . અને જે કોઇપણ વિધાર્થી આ કોર્સ પૂર્ણ કરશે તેમને ઇસરોનું સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કોર્સ માટે કોઇ ફી નથી પણ બેઠક મર્યાદિત છે માટે પહેલા રજિસ્ટ્રેશન કરવાવાળાને પહેલા મોકો આપવામાં આવશે.

કોણ ભરી શકે છે ફોર્મ

  • ગ્રેજ્યુએશન કે પોસ્ટ -ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના વિધાર્થી
  • કેન્દ્ર અથવા રાજ્યસરકારની સાથે ટેકનિકલ સ્ટાફ અથવા સાયન્ટિફિક સ્ટાફ
  • કોઇપણ યુનિવર્સિટીના શિક્ષક કે રિસર્ચર

ક્યાંથી કયાં સુધી હશે આ કોર્સ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોર્સની અવધિ 11 દિવસની છે. 18 જાન્યુઆરી 2021થી 29 જાન્યુઆરી 2021 સુધી આ કોર્સ ચાલશે.

કોર્સમાં શું શીખવાડવામાં 

આ કોર્સમાં પાઇથન સાથે જોડાયેલા અલગ અલગ ટોપિક ભણી શકશે. GIS અને પાઇથનને લઇને અનેક ટોપિક કવર કરવામાં આવશે. કોર્સનો ઉદ્દેશ્ય વિધાર્થીઓને પાઇથન પ્રોગ્રામિંગ અને અન્ય ટોપિક શીખવવાનો છે. આ કોર્સ લેક્ચર સ્લાઇડ , વીડિયો લેક્ચર ઓપન સોર્સ સોફ્ટવેર વગેરે દ્વારા ભણાવવામાં આવશે અને વીડિયો લેક્ચર એક લિંક દ્વારા ઇ-ક્લાસ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કોર્ષની જાણકારી માટે આપ 0135-2524108  અથવા તો ravi.bhandari@irs.gov.in  પર સંપર્ક સાધી શકશો આ કોર્ષમાં એડમિશન લેનારા પાસે કંમ્પ્યુટર/ લેપટોપ હોય સાથે જ ઇન્ટરનેટ કનેક્ટીવીટી પણ હોવી જોઇએ.

 

Next Article