Gujarati NewsNationalIsro will boost strategic assets in space by launching 5 military satellites this year
ISRO આ વર્ષે અંતરિક્ષમાં 5 લશ્કરી સેટેલાઈટ મોકલશે
ISROએ DRDOના 2 સેટલાઈટસને અંતરિક્ષમાં મોકલીને વર્ષ 2019ની શરૂઆત કરી. આ અનુક્રમે વધવા જઈ રહ્યું છે. કારણ કે ISROને સુરક્ષા દળોની ક્ષમતા વધારવા અને અંતરિક્ષમાં દેશની દેશની વ્યૂહાત્મક સંપત્તિને મજબૂત કરવા માટે આ વર્ષે એડવાન્સ મિલિટ્રી સેટેલાઈટસને લોન્ચ કરશે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : દાંત દુખે છે […]
ISROએ DRDOના 2 સેટલાઈટસને અંતરિક્ષમાં મોકલીને વર્ષ 2019ની શરૂઆત કરી. આ અનુક્રમે વધવા જઈ રહ્યું છે.
કારણ કે ISROને સુરક્ષા દળોની ક્ષમતા વધારવા અને અંતરિક્ષમાં દેશની દેશની વ્યૂહાત્મક સંપત્તિને મજબૂત કરવા માટે આ વર્ષે એડવાન્સ મિલિટ્રી સેટેલાઈટસને લોન્ચ કરશે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
એરસ્ટ્રાઈકમાં મળશે વધારે મદદ
ISRO નવી સિરીઝના 4 રિસેટ સેટેલાઈટસ અને 1 એડવાન્સ કાર્ટોસેટ-3 સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યુ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 2016માં સર્જીકલ સ્ટ્રાઈક અને આ વર્ષે બાલાકોટના આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઈક માટે જુની રિસેટ સિરીઝના સેટેલાઈટસ દ્વારા મોકલેલા ફોટોનો ઉપયોગ થયો હતો.
બદલાઈ ગયો ISROનો દષ્ટીકોણ
ISRO 1 વર્ષમાં 1 અથવા 2 મિલિટ્રી સેટેલાઈટસ જ અંતરીક્ષમાં મોકલતુ હતું, પણ પાકિસ્તાનની સાથે સરહદ પર તણાવ રહેવાના લીધે અન હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધીઓ વધતા તેને ધ્યાને રાખીને ISROનો દષ્ટીકોણ બદલાઈ ગયો છે. હવે ISROનું ધ્યાન અંતરિક્ષમાં ભારતને મજબૂત કરવાનું છે.
આ વર્ષે ISROના 33 અંતરિક્ષ મિશન
ISROના ચેરમેન કે.સિવનને જણાવ્યું કે અમે આ વર્ષે સેટેલાઈટસ અને રોકેટ કુલ મળીને 33 અભિયાનનો લક્ષ્ય રાખ્યો છે. મે મહિનામાં PSLV-46 રોકેટથી રિસેટ-2B અંતરિક્ષમાં મોકલવામાં આવશે. કાર્ટોસેટ-3 ઉપગ્રહ છે. જેમાં 0.2 મીટર સુધી મોટુ કરવાની ક્ષમતા છે.
જેને દુનિયાનું ક્ષેષ્ઠ માનવામાં આવ છે. કાર્ટોસેટનું રીઝોલ્યુશન એટલુ સાફ હશે કે નાની નાની વસ્તુઓનો પણ સ્પષ્ટ ફોટો લઈ શકાશે. તેનાથી બંદુકો કે દુશ્મનોના બંકરોનો પણ સ્પષ્ટ ફોટો મળી શકશે.
નવેમ્બર સુધીનું પ્લાનિંગ
જુલાઈમાં રિસેટ-2BR1, ઓકટોબરમાં રિસેટ-2BR1, જ્યારે નવેમ્બરમાં રિસેટ-2Bને લોન્ચ કરવામાં આવશે.
લશ્કરી ઉપગ્રહોના અન્ય પ્રક્ષેપણ
ISROએ મિલિટ્રી સેટેલાઈટસ સિવાય આ વર્ષે હાઈ-પ્રોફાઈલ ચંદ્રયાન-2 મિશન અને મિની-PSLV કે SSLVનું પ્રથમ ટેસ્ટ કરવા જઈ રહ્યું છે. આવતા વર્ષે GSET-20, GSET-30 અને GSET-32 જેવા એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટસ પણ લોન્ચ કરવામાં આવશે.