Israel Embassy Blast: જૈશ-અલ-હિંદે IED બ્લાસ્ટની લીધી જવાબદારી

|

Jan 30, 2021 | 6:03 PM

દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ (Israel Embassy) પાસે થયેલા IED બ્લાસ્ટમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા પુરાવા સામે આવતા જાય છે.

Israel Embassy Blast: જૈશ-અલ-હિંદે IED બ્લાસ્ટની લીધી જવાબદારી

Follow us on

દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ (Israel Embassy) પાસે થયેલા IED બ્લાસ્ટમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા પુરાવા સામે આવતા જાય છે. ઈઝરાયેલ દુતાવાસ પાસેના IED બ્લાસ્ટની જવાબદારી જૈશ-અલ-હિંદ નામના આતંકી સંગઠને લીધી છે.ઈઝરાયેલે ગઈકાલે જ આ ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી. આ બ્લાસ્ટની તપાસમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમબ્રાંચ અને NIAની ટીમ કામે લાગી છે.

 

ઈઝરાયેલ દુતાવાસ પાસેના IED બ્લાસ્ટમાં આતંકી સંગઠન જૈશ-અલ-હિંદનું નામ આવ્યું છે એ સંગઠન અંગે વધારે જાણકરી નથી મળી રહી. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ સંગઠન કોઈ દેશ સાથે જડાયેલું છે કે કોઈ મોટા આતંકી સંગઠન સાથે જોડાયેલું છે. દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ બાદ દિલ્હીના એરપોર્ટ અને તમામ સરકારી ભવનો બહાર સુરક્ષા વધારવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

ઈરાન પર આશંકા

ઈઝરાયેલ દુતાવાસ પાસેના IED બ્લાસ્ટના તાર ઈરાન સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. IED બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને ઘટના સ્થળ પર એક કવર મળ્યું છે. આ કવરમાં ઈઝરાયેલ દુતાવાસના અધિકારીઓને સંબોધીને એક ધમકીભર્યો પત્ર લખવામાં આવ્યો છે અને કહ્યું છે આ IED બ્લાસ્ટ માત્ર એક ટ્રેલર છે. આ ધમકીભર્યા પત્રમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીજાહેદ અને જનરલ કાસીમ સુલેમાનીના નામ પણ લખવામાં આવ્યા છે. જનરલ કાસીમ સુલેમાનીની હત્યા અમેરિકાના ડ્રોન હુમલામાં થઈ હતી, જ્યારે મોહસીન ફખરીજાહેદની હત્યા ઈઝરાયેલના હુમલામાં થઈ હતી. ઈરાન ઘણીવાર આ બંનેની હત્યાનો બદલો લેવાની વાત કરી ચુક્યું છે.

 

CCTV ફૂટેજમાં મોટા પુરાવા મળ્યા

દિલ્હી પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવે કહ્યું કે ઈઝરાયેલ દુતાવાસ પાસેના IED બ્લાસ્ટની આ ઘટનામાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. બ્લાસ્ટ બાદ તરત જ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે તપાસ કરવા અને પુરાવા એકત્ર કરવા પહોંચી ચુકી હતી. સ્પેશિયલ સેલની ટીમને CCTV ફૂટેજમાં મોટા પુરાવા મળ્યા છે. આ બ્લાસ્ટમાં સંકળાયેલો એક શંકાસ્પદ વ્યક્તિ CCTV ફૂટેજમાં દેખાયો છે. IED બ્લાસ્ટની આ ઘટનામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: BUDGET 2021 : મુંબઇના સોના-ચાંદીના વેપારીઓની શું છે બજેટ પર આશા-અપેક્ષા ?

Next Article