Islamic New Year 2021 Date: જાણો શું છે હીજરીનું નવું વર્ષ, ઇતિહાસના અને સમગ્ર માહિતી

|

Aug 10, 2021 | 8:08 AM

Moharrum 2021 Date : મોહરમ મહિનો ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. આ મહિનો ઘણો મહત્વનો માનવામાં આવે છે. આશુરા આ મહિનાની 10 મી તારીખે ઉજવવામાં આવે છે. આ ઇસ્લામ ધર્મનો મુખ્ય તહેવાર છે.

Islamic New Year 2021 Date:  જાણો શું છે હીજરીનું નવું વર્ષ, ઇતિહાસના અને સમગ્ર માહિતી
Moharrum

Follow us on

ઇસ્લામિક કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પહેલો મહિનો છે. મહોરમ શરૂ થયાના 10મા દિવસે આશુરા ઉજવવામાં આવે છે. તે દિવસે સ્વૈચ્છિક રોજા કરવાનું પણ મહત્વ છે.

મહોરમ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો હોય છે. આધુનિક ઇસ્લામિક કેલેન્ડર વર્ષ 622માં શરૂ થયું હતું. જ્યારે પેગમ્બરમુહમ્મદ અને તેમના સાથીઓ મક્કાથી મદીના ગયા. મદીનામાં આગમન બાદ મુસ્લિમ સમુદાયની પ્રથમ વખત સ્થાપના કરવામાં આવી હતી, જે ઘટના હિજરી એટલે કે પ્રવાસ તરીકે ઉજવવામાં આવે છે. આમ, નવા વર્ષનો પહેલો દિવસ અલહિજરી તરીકે ઓળખાય છે.

ઇસ્લામિક કેલેન્ડરમાં 354 અથવા 355 દિવસ હોય છે. ગ્રેગોરિયન કેલેન્ડરની સરખામણીમાં, ઇસ્લામિક વર્ષ આશરે 11 દિવસ ટૂંકું હોય છે. ઇસ્લામિક નવું વર્ષ મહોરમથી શરૂ થાય છે, જેને રમઝાન પછીનો બીજો પવિત્ર મહિનો માનવામાં આવે છે, અને ધુલ અલ-હિજ્જા સાથે સમાપ્ત થાય છે, જેમ કે નામ જ સૂચવે છે કે આ મહિનો છે કે જયારે ભક્તો હજ માટે જાય છે. આ વર્ષે, હિજરી નવું વર્ષ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં શરૂ થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એસ્ટ્રોનોમી સેન્ટરની ગણતરી મુજબ વિશ્વના ઘણા ભાગોમાં, ઇસ્લામિક નવું વર્ષ મંગળવાર, 10 ઓગસ્ટથી શરુ થાય છે. ભારતમાં 9 ઓગસ્ટ ધુલ કાદાહનો 29મો દિવસ હશે, જે ઇસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહિનો છે. ભારતમાં અને વિશ્વના બીજા ભાગોમાં આખો ચાંદ 9 ઓગસ્ટ દેખાશે તો મહોરમ 10 ઓગસ્ટથી શરુ થશે, નહિ તો 11 ઓગસ્ટથી શરુ થશે.

ઇસ્લામિક પૌરાણિક કથા અનુસાર, ઇસ્લામિક નવા વર્ષની શરૂઆત 622 AD માં પયગંબર મહંમદ અને તેમના અનુયાયીઓના મક્કાથી મદીનામાં સ્થળાંતર સાથે થઈ હતી. આગામી વર્ષ હિજરી 1443 એએચ તરીકે ગણવામાં આવશે (લેટિનમાં, એએચ એટલે હિજરાનું વર્ષ). હુજરી 1443 એએચ સૂચવે છે કે પયગંબર મહંમદના સ્થળાંતરને 1443 વર્ષ થઈ ગયા છે.

ભલે આ દિવસ એક ખાસ મહત્વ ધરાવે છે, પણ આ દિવસ કોઈ પણ મુસ્લિમ દેશોમાં કોઈ પણ પ્રકારનું ઉજવણીનું આયોજન થતું નથી. આ દિવસને યાદ કરવા માટે સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો આ દિવસે જાહેર રજા આપે છે.

આ સાથે જ મુસ્લિમ સમાજ, ખાસ કરીને શિયા મુસ્લિમો માટે મહોરમના પહેલા 10 દિવસ ખાસ ગણાય છે. આ દરમ્યાન તેઓ હજરત મહમ્મદ પયગમ્બરના પૌત્રના મૃત્યુનો શોક મનાવે છે, જે 680 ADના કરબલાના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચો : Delhi london ફ્લાઈટમાં આવેલા અચાનક ઉછાળા પર સિવિલ એવિએશન વિભાગે ખુલાસો કર્યો, કહ્યું કે કોઈ આધાર પુરાવા નથી

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ

Next Article