ભારતીય સેનાની મહત્વની જાણકારી પાકિસ્તાન પહોંચાડી, 3 લોકોની જાસૂસીના ગુનામાં કરાઈ ધરપકડ

|

Sep 28, 2020 | 4:15 PM

મિલિટ્રી ઈન્ટેલિજન્સ અને રાજસ્થાન પોલીસે સોમવારના રોજ 3 સિવિલ ડિફેન્સના કર્મચારીઓને જાસૂસી પ્રકરણમાં ઝડપી લીધા છે. તેઓ ભારતીય સેનાની જાણકારી પાકિસ્તાનમાં ISIને પહોંચાડતા હતા. પકડાયેલા બે લોકોમાંથી એકને પાકિસ્તાનની મહિલાએ હનીટ્રેપ દ્વારા ફસાવ્યો હતો એવી જાણકારી પણ સામે આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

ભારતીય સેનાની મહત્વની જાણકારી પાકિસ્તાન પહોંચાડી, 3 લોકોની જાસૂસીના ગુનામાં કરાઈ ધરપકડ

Follow us on

મિલિટ્રી ઈન્ટેલિજન્સ અને રાજસ્થાન પોલીસે સોમવારના રોજ 3 સિવિલ ડિફેન્સના કર્મચારીઓને જાસૂસી પ્રકરણમાં ઝડપી લીધા છે. તેઓ ભારતીય સેનાની જાણકારી પાકિસ્તાનમાં ISIને પહોંચાડતા હતા. પકડાયેલા બે લોકોમાંથી એકને પાકિસ્તાનની મહિલાએ હનીટ્રેપ દ્વારા ફસાવ્યો હતો એવી જાણકારી પણ સામે આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 477 કેસ, અમદાવાદમાં 346 કેસ, જાણો તમામ જિલ્લાની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સૂત્રો દ્વારા જાણકારી મળી કે રાજસ્થાન પોલીસ દ્વારા લખનઉ મિલિટ્રી ઈન્ટેલિજન્સના ઈનપુટ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવિલ ડિફેન્સ કર્મચારીઓએ ભારતીય સેના પાસે કેટલો દારુગોળો છે, કેટલાં સેનાના જવાનો છે અને દારુ ગોળો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે વગેરે મુવમેન્ટની જાણકારી પાકિસ્તાન સ્થિત ISI સુધી પહોંચાડી હતી. ફેસબુકના માધ્યમથી મિત્રતા કરવામાં એક મહિલાનો સહારો પાકિસ્તાન દ્વારા લેવામાં આવ્યો હતો અને બાદમાં ભારતીય સેનાની વિગત મેળવવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ગંગાનગર અને બીકાનેર MMFR જે ભારતીય સેનાનું ઠેકાણું છે તે વ્યૂહરચનાની દ્રષ્ટિએ અગત્યનું માનવામાં આવે છે. આ જગ્યાના ફોટો પણ 3 વ્યક્તિએ શેર કર્યા છે અને પાકિસ્તાન માટે જાસૂસી કરી છે. વિકાસ કુમાર જે આ જાસૂસી પ્રકરણમાં હતા તેના ખાતામાં અને તેના ભાઈના બેંક ખાતામાં સતત પૈસા જમા થઈ રહ્યાં હતા. સેના દ્વારા ઓપરેશનનું નામ Black Desert રાખવામાં આવ્યું હતું. વિકાસના પિતા સેનામાં હતા. વિકાસે ચિમનલાલ છે જે બિકાનેર જિલ્લામાં રહે છે તેના માધ્યમથી જાસૂસી કરાવી હતી. વિકાસે પૂછપરછ દરમિયાન જાસૂસીની વાત કબૂલ કરી છે. પાકિસ્તાન તરફથી આ જાસૂસીને લઈને 75 હજાર જેટલી રકમ મળી હતી. આમ 3 વ્યક્તિને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા છે અને હવે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:14 pm, Mon, 8 June 20

Next Article