PM મોદીની ટીમમાં ‘લકી ક્લાસ ઓફ 1984’, ગુજરાત કેડરના રાકેશ અસ્થાના સહિત YC મોદીનો સમાવેશ

|

Jun 28, 2019 | 11:12 AM

PM મોદીની ટીમમાં ગુજરાત કેડર સહિત 1984ની બેચના અધિકારીઓનો દબદબો વધી ગયો છે. 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક નિયૂક્ત કરાયા છે. આ બાદ પણ અનેક અધિકારીની નિયૂક્તી કરવામાં આવી છે. જે 1984ની બેચના અધિકારીઓ છે. ત્યારે હવે આ અધિકારીઓને ‘લકી ક્લાસ ઓફ 84’ કહેવામાં આવે છે. […]

PM મોદીની ટીમમાં લકી ક્લાસ ઓફ 1984, ગુજરાત કેડરના રાકેશ અસ્થાના સહિત YC મોદીનો સમાવેશ

Follow us on

PM મોદીની ટીમમાં ગુજરાત કેડર સહિત 1984ની બેચના અધિકારીઓનો દબદબો વધી ગયો છે. 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક નિયૂક્ત કરાયા છે. આ બાદ પણ અનેક અધિકારીની નિયૂક્તી કરવામાં આવી છે. જે 1984ની બેચના અધિકારીઓ છે. ત્યારે હવે આ અધિકારીઓને ‘લકી ક્લાસ ઓફ 84’ કહેવામાં આવે છે. જો આ યાદીમાં ગુજરાત કેડરનું નામ જોડવામાં આવે તો રાકેશ અસ્થાના પણ CBIના નંબર 2ના અધિકારી તરીકે નિયૂક્ત કરાયા હતા.

આ પણ વાંચોઃ લોકસભામાં હુંકાર સાથે અમિત શાહે કહ્યું કે, કાશ્મીરના મૂળમાંથી આતંકવાદને નાબૂદ કરી દેવાશે

IB અને RAWમાં નવા અધિકારીની નિયૂક્તીની સાથે ભારતના સુરક્ષા અધિકારીઓને લઈને અજબ સંયોગ ઉભો થયો છે. NIA, BSF સહિત સિવિલ એવિએશન સિક્યૂરીટીમાં 1984ની બેચના IPS અધિકારીઓનો દબદબો છે. આ પણ એક સંયોગ જ છે કે, NIA, SSB, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ, ભારત-તિબ્બત સિમા પોલીસ સહિતની અન્ય એજન્સીના તમામ ઉચ્ચ અધિકારી 1984ની બેચના જ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ અધિકારીઓને દેશની વિવિધ સુરક્ષા એજન્સીમાં DGP તરીકેની પોસ્ટ પર નિયુક્ત કરાયા છે. 1984ની બેચના અધિકારીઓની ઉચ્ચ પદ પર નિયુક્તીની શરૂઆત 2017માં થઈ હતી. 2017માં અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને NIAના મહાનિર્દેશક તરીકે નિમણૂક આપ્યા બાદથી થઈ છે. આ બાદ અનેક અધિકારીઓની દેશની વિવિધ એજન્સીમાં ઉચ્ચ પદ પર નિમણૂક કરવામાં આવી છે. જે 1984ની બેચના છે. જેથી આ બેચને હવે લકી ક્લાસ ઓફ 84 કહેવાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વાઈ.સી મોદી બાદ જાન્યુઆરી 2018માં તેલંગાણા કેડરના સુદીપ લખટકિયાને નેશનલ સિક્યુરીટી ગાર્ડના મહાનિર્દેશક નિમણૂક કરાયા છે. જેના ત્રણ મહિના બાદ બિહાર કેડરના અધિકારી રાજેશ રંજનને એપ્રીલ 2018માં CISFના મહાનિર્દેશક નિમણૂક કરાયા, CISFના ચીફ પહેલા રાજેશ રંજન BSFના વિશેષ મહાનિર્દેશક હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 8:40 am, Fri, 28 June 19

Next Article