International Tiger Day: સરકારે ભારતમાં 14 વાઘ રીઝર્વને આપી CATSની માન્યતા, 51 કેન્દ્રોને દરજ્જો આપવાનો લક્ષ્યાંક

|

Jul 29, 2021 | 8:55 PM

ભારતના 18 રાજ્યોમાં 51 વાઘ રિઝર્વ કેન્દ્રો છે. વર્ષ 2018 ની છેલ્લી વાઘની વસ્તી ગણતરીમાં, વાઘની વસ્તીમાં વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2010 માં ભારતમાં 1,706 વાઘ હતા.

International Tiger Day: સરકારે ભારતમાં 14 વાઘ રીઝર્વને આપી CATSની માન્યતા, 51 કેન્દ્રોને દરજ્જો આપવાનો લક્ષ્યાંક
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Photo: Twitter)

Follow us on

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, ભારતના 51 રીઝર્વ માંથી 14  વાઘોના અસરકારક સંરક્ષણ માટેના ધોરણોના એક સેટને પુરા કરવા માટે કન્ઝર્વેશન અશ્યોર્ડ ટાઇગર સ્ટાન્ડર્ડ ( Conservation Assured Tiger Standards) ની માન્યતા આપવામાં આવી છે.

સીએ-ટીએસ(CATS) અથવા કન્ઝર્વેઝન એશ્યોર્ડ-ટાઇગર સ્ટાન્ડર્ડ્સ વૈશ્વિક સ્તરે સ્વીકૃત વ્યવસ્થા છે જે વાઘના ​​વ્યવસ્થાપન માટેના શ્રેષ્ઠ પ્રયત્નો અને ધોરણોને સ્થાપિત કરે છે અને પ્રમાણભૂત પ્રગતિ માટે આકારણીને પ્રોત્સાહન આપે છે.

સીએટીએસ(CATS) એ વૈશ્વિક સ્તરે કન્ઝર્વેશન ટુલ છે જે વાઘના સંચાલન માટે ઉચ્ચ વ્યવહાર અને ધોરણોને નિર્ધારિત કરે છે. આ ઉપરાંત પરીક્ષણ દરમિયાન વાઘને શીખવવામાં આવતી પ્રગતિનું મૂલ્યાંકન પણ કરે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં 14 રીઝર્વ  અને પડોશી દેશો નેપાળ, ભૂટાન અને રશિયામાં પ્રત્યેક એક રીઝર્વને સીએટીએસ(CATS) ની માન્યતા આપવામાં આવી છે.

ભારતના આ 14 રીઝર્વમાં ભંડાર માનસ, કાઝીરંગા, અને ઓરંગ (આસામ), સુંદરવન (પશ્ચિમ બંગાળ), વાલ્મીકી (બિહાર), દૂધવા (ઉત્તર પ્રદેશ), પન્ના, કાન્હા, સત્પુરા, પેંચ (મધ્યપ્રદેશ), અનામલાઇ અને મુદુમલાઈ ( મધ્યપ્રદેશ), તમિળનાડુ), પરમ્બિકુલમ (કેરળ) અને બંદીપુર (કર્ણાટક)નો સમાવેશ થાય છે.

માન્યતા આપતા પહેલા આ પાસાઓને ધ્યાને લેવાય છે.

ગ્લોબલ ટાઇગર ફોરમ (GTF) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ઇન્ડિયા, તેમજ વાઘ સંરક્ષણ પર કામ કરતી આંતરરાષ્ટ્રીય એનજીઓ, ભારતમાં સીએટીએસના(CATS) બે અમલીકરણ ભાગીદાર છે.

જ્યારે, માન્યતા આપવા માટે  રીઝર્વનું મહત્વ અને સ્થિતિ, વ્યવસ્થાપન, સમુદાયની ભાગીદારી, પર્યટન, સંરક્ષણ, નિવાસ વ્યવસ્થાપન અને વાઘની ​​વસ્તી જેવા પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

14 રીઝર્વની માન્યતા અંગે ખુશી વ્યક્ત કરતી વખતે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, “વાઘના 51 રીઝર્વને આ માન્યતાં મળે તેવો આપણો પ્રયત્ન હોવો જોઈએ”. તેમણે કહ્યું હતું કે વાઘના સંરક્ષણમાં ફક્ત વાઘ જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનુ સંરક્ષણ સમાયેલુ હોય છે. વાઘ એક પ્રતીક છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આપણે અન્ય માન્યતા પ્રાપ્ત દેશો સાથે નવી રીતે વાતચીત કરવી જોઈએ. અંતે, લોકોની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વન વિભાગોએ સ્થાનિક સંરક્ષણ પદ્ધતિઓને ઓળખવી જોઈએ.

ભારતના 18 રાજ્યોમાં 51 ટાઇગર રિઝર્વ કેન્દ્રો

ભારતના 18 રાજ્યોમાં 51 વાઘ રિઝર્વ કેન્દ્રો છે. વર્ષ 2018 ની છેલ્લી વાઘની વસ્તી ગણતરીમાં, વાઘની વસ્તીમાં વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2010 માં ભારતમાં 1,706 વાઘ હતા. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના જણાવ્યા મુજબ,  2018 સુધીમાં વાઘની વસ્તી 2,967 એટલે કે બમણી  થઈ છે.

આ પણ વાંચો :  Maharashtra: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમૈયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ

Published On - 8:44 pm, Thu, 29 July 21

Next Article