INS Rajput : સૂર્યાસ્તની સાથે જ નિવૃત થશે ભારતીય નૌકાદળનું પહેલુ જહાજ INS Rajput

INS Rajput : ભારતીય નૌકાદળના (Indian Navy) પહેલા જહાજ આઈએનએસ રાજપૂત (INS Rajput) ને 41 વર્ષની સેવા બાદ શુ્ક્રવારે સૂર્યાસ્ત થવાની સાથે જ સેવામાંથી નિવૃત કરાશે

INS Rajput : સૂર્યાસ્તની સાથે જ નિવૃત થશે ભારતીય નૌકાદળનું પહેલુ જહાજ INS Rajput
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 21, 2021 | 4:38 PM

ભારતીય સૈન્યની રાજપૂત રેજીમેન્ટ સાથે જોડાયેલુ હતુ INS Rajput, રાજ કરેગા રાજપૂત હતુ સૂત્ર

INS Rajput : ભારતીય નૌકાદળના પહેલા જહાજ આઈએનએસ રાજપૂત (INS Rajput) ને 41 વર્ષની સેવા બાદ શુ્ક્રવારે નૌકાદળની સેવામાંથી હટાવવામાં આવશે. કાશિન શ્રેણીના જહાજનું નિર્માણ યૂએસએસઆરે કર્યુ હતું અને 4 મે 1988ના રોજ તેને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જહાજે છેલ્લા ચાર દશકમાં કેટલાય મોટા-મોટા મિશનમાં ભાગ લીધો છે.ભારતીય શાંતિરક્ષક બળની સહાયતા માટે શ્રીલંકામાં ચલાવવામાં આવ્યું તેમજ ઓપરેશન અમન અને માલદીવ્સમાં બંધકોની સમસ્યાના સમાધાન માટે ચલાવવામાં આવેલુ ઓપરેશન કેક્ટસ સામેલ છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાંડર વિવેક મધવાલે કહ્યુ કે આઈએનએસ રાજપૂતને હવે નેવલ ડૉકયાર્ડ,વિશાખાપટ્ટનમમાં એક સમારોહમાં નૌકાદળની સેવામાંથી હટાવવવામાં આવશે. આપને જણાવી દઇએ કે કોવિડ-19 મહામારીના કારણે આ સમારોહ એક સાધારણ કાર્યક્રમ હશે. જેમાં માત્ર ઇન-સ્ટેશન અધિકારી અને નાવિક સામેલ હશે. જેમાં કોવિડ પ્રોટોકોલનું કડક રીતે પાલન થશે.

રાજ કરેગા રાજપૂત એ હતુ સૂત્ર

INS Rajputનુ નિર્માણ હાલના યુક્રેન પરંતુ 41 વર્ષ પહેલાના નિકોલેવમાં 61 કોમ્યુનાર્ડ્સ શિપયાર્ડમાં તેમના મૂળ રશિયન નામ ‘નાડેજની’ સાથે બનાવવામાં આવ્યુ હતું. નાદેજની શબ્દનો અર્થ તાય છે. જેનો અર્થ ‘આશા’ થાય છે. તે 17 સપ્ટેમ્બર 1977 ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી.

રક્ષા મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રની ચાર દાયકાની અદમ્ય સેવા દરમિયાન, INS Rajput એ પશ્ચિમી અને પૂર્વીય બન્ને તટમાં સેવા બજાવવાનું ગૌરવ ધરાવે છે. ‘રાજ કરેગા રાજપૂત’ ના ધ્યેય અને ભાવના સાથે, INS Rajput ઉપરની નૌસેનાની ટુકડી હંમેશાં જાગ્રત રહી છે અને દેશના સમુદ્રી હિત અને સાર્વભૌમત્વને સુરક્ષિત રાખવા માટે હંમેશા તત્પર રહી છે.

કયા કયા અભિયાનમાં લીધો હતો ભાગ ?

INS Rajput જહાજે દેશને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી કેટલાક મહત્વના અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં IPKF ની મદદ માટે શ્રીલંકામાં ઓપરેશન અમનમાં ભાગ લીધો હતો. શ્રીલંકાના કાંઠા વિસ્તારમાં પેટ્રોલિગ ડ્યુટીના ભાગરૂપે ઓપરેશન પવન, માલદિવમાં બંધનવસ્થાથી મુક્તિ અપાવવા માટે ઓપરેશન કૈકટસ અને લક્ષદ્વિપ માટે ઓપરેશન ક્રાસનેસ્ટમાં ભાગ લીધો હતો.

આ ઉપરાંત, INS Rajput જહાજે કેટલાક દ્વિપક્ષી અને બહુરાષ્ટ્રીય અભ્યાસમાં પણ ભાગ લીધો હતો. આ જહાજ ભારતીય સૈન્ય રેજીમેન્ટ રાજપૂત રેજીમેન્ટ સાથે સંકળાયેલ દેશનું પહેલુ યુધ્ધ જહાજ છે.

Latest News Updates

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં
પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં
ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી બીમારી સામે લડવા ગુજરાત સિવિલ તંત્ર સજ્જ
ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી બીમારી સામે લડવા ગુજરાત સિવિલ તંત્ર સજ્જ
ઈડરમાં 17000 દારુ ભરેલી બોટલો પર રોડ રોલર ફરી વળ્યુ, લાખોનો જથ્થો નાશ
ઈડરમાં 17000 દારુ ભરેલી બોટલો પર રોડ રોલર ફરી વળ્યુ, લાખોનો જથ્થો નાશ
ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત
ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત
ગૌણ સેવા પસંદગી મંડળે થર્ડ પાર્ટીને સોંપી પરીક્ષાની જવાબદારી
ગૌણ સેવા પસંદગી મંડળે થર્ડ પાર્ટીને સોંપી પરીક્ષાની જવાબદારી
કાંકરિયા ઝૂમાં શિયાળાની તૈયારી ! પ્રાણીઓને ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા
કાંકરિયા ઝૂમાં શિયાળાની તૈયારી ! પ્રાણીઓને ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા
દાંતીવાડા ડેમનો ગેટ ખરાબ, પાણી સતત વહી જતા ખાલી થવાની ભીતી
દાંતીવાડા ડેમનો ગેટ ખરાબ, પાણી સતત વહી જતા ખાલી થવાની ભીતી
ગોંડલના ઐતિહાસિક બ્રિજ મામલે હાઈકોર્ટની તંત્રને ફટકાર
ગોંડલના ઐતિહાસિક બ્રિજ મામલે હાઈકોર્ટની તંત્રને ફટકાર
ડેમની સેફ્ટી અંગે સરકાર એક્શનમાં, પહેલા કરાશે જૂના ડેમનું સમારકામ
ડેમની સેફ્ટી અંગે સરકાર એક્શનમાં, પહેલા કરાશે જૂના ડેમનું સમારકામ
વડોદરા SOG પોલીસ કર્મચારીની દાદાગીરી આવી સામે, વીડિયો વાયરલ
વડોદરા SOG પોલીસ કર્મચારીની દાદાગીરી આવી સામે, વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">