Indore Fire: ઇન્દોરમાં મોટી દુર્ઘટના! બે માળના મકાનમાં લાગી ભીષણ આગ, 7 લોકો જીવતા થયા ભડથું, 9ને બચાવી લેવાયા

|

May 07, 2022 | 9:56 AM

ઈન્દોરના (Indore) સ્વર્ણ બાગ કોલોનીમાં એક મોટો અકસ્માત થયો છે. બે માળના મકાનમાં જીવતા સળગી જતાં સાત લોકોના મોત થયા છે. આ ઘટના સવારના 4થી 5 વાગ્યાની વચ્ચેની કહેવાય છે. મળતી માહિતી મુજબ સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે.

Indore Fire: ઇન્દોરમાં મોટી દુર્ઘટના! બે માળના મકાનમાં લાગી ભીષણ આગ, 7 લોકો જીવતા થયા ભડથું, 9ને બચાવી લેવાયા
Big accident in Indore

Follow us on

ઈન્દોરના (Indore) સ્વર્ણ બાગ કોલોનીમાં એક મોટો અકસ્માત થયો છે. બે માળના મકાનમાં જીવતા સળગી જતાં સાત લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. પોલીસ કમિશનર હરિનારાયણ ચારી સહિત અનેક અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે. આ ઘટના સવારના 4થી 5 વાગ્યાની વચ્ચેની કહેવાય છે. મળતી માહિતી મુજબ સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે.

તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય મહેન્દ્ર હાર્દિયા વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તે જ સમયે ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના સમયે ઈન્ટેલિજન્સ ટીમના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

શોર્ટ સર્કિટના કારણે અકસ્માત

વિજય નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તહઝીબ કાઝીના જણાવ્યા અનુસાર આગથી પ્રભાવિત રહેણાંક ઈમારતમાંથી 5 લોકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગથી પ્રભાવિત રહેણાંક મકાનમાંથી 5 લોકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આગ ઈલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને તેને સૌથી પહેલા બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોને ઘેરી લીધા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શ્વાસ રૂંધાવાથી મૃત્યુ

કાઝીના જણાવ્યા મુજબ, આગમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ધુમાડાને કારણે ગૂંગળામણમાં પડ્યા હતા. તેમણે કહ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આ મામલે વિગતવાર તપાસ ચાલી રહી છે.

Published On - 8:25 am, Sat, 7 May 22

Next Article