Breaking News : Indigo એ આજે પણ 650 ફ્લાઇટ્સ કરી રદ, કઈ તારીખથી રેગ્યુલર થશે ફ્લાઇટ સેવા ? એરલાઇન્સે જણાવ્યું

ઇન્ડિગો એરલાઇન્સે આજે 650 ફ્લાઇટ્સ રદ કરી, જોકે કામગીરી સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ છે. DGCA એ કારણ દર્શક નોટિસ પાઠવી છે.

Breaking News : Indigo એ આજે પણ 650 ફ્લાઇટ્સ કરી રદ, કઈ તારીખથી રેગ્યુલર થશે ફ્લાઇટ સેવા ? એરલાઇન્સે જણાવ્યું
| Updated on: Dec 07, 2025 | 4:23 PM

ઈન્ડિગો એરલાઇન્સે આજે દેશમાં કુલ 650 ફ્લાઇટ્સ રદ કરી છે. એરલાઇન્સ મુજબ હાલમાં ઓપરેશન્સને ઝડપી ગતિથી નોર્મલ પર લાવવામાં પ્રયાસ ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે ઓનલાઇન પર્ફોર્મન્સ (OTP) 30%થી વધી 75% સુધી પહોંચ્યું છે અને રિફંડ તેમજ સામાન સંબંધિત ફરિયાદો ઝડપથી ઉકેલવામાં આવી રહી છે.

એરલાઇનના પ્રવક્તાએ માહિતી આપતાં કહ્યું કે ઇન્ડિગો આજે (7 ડિસેમ્બર) 1,650થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરવાની અપેક્ષા ધરાવે છે, જ્યારે ગઈકાલે આ સંખ્યા આશરે 1,500 હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે આજે રદ થતી ફ્લાઇટ્સની સંખ્યા ઓછી રહી અને મુસાફરોને રદ થયેલી ફ્લાઇટ વિશે અગાઉથી સૂચના મોકલવામાં આવી હતી.

10 ડિસેમ્બર સુધી નેટવર્ક સ્થિર થવાની અપેક્ષા

કંપનીએ મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ માટે રવાના થવા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ જરૂર તપાસે. ઇન્ડિગો તરફથી જણાવાયું છે કે 10 ડિસેમ્બર સુધી નેટવર્ક સંપૂર્ણપણે સ્થિર થવાની અપેક્ષા છે, જ્યારે અગાઉ 10 અને 15 ડિસેમ્બર વચ્ચે સ્થિર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એરલાઇનએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગી છે અને ખાતરી આપી છે કે બધી ટીમો કાર્ય સામાન્ય કરવા માટે ઝડપથી કામ કરી રહી છે.

DGCA દ્વારા ‘કારણ દર્શક’ નોટિસ જાહેર

વિમાન ઉડ્ડયન નિયામક સંસ્થા DGCAએ ઇન્ડિગો એરલાઇન્સના જવાબદાર મેનેજરને ‘કારણ દર્શક’ નોટિસ આપવામાં આવી છે. DGCAએ જણાવ્યું છે કે આ નોટિસ મળ્યાના 24 કલાકની અંદર સ્પષ્ટીકરણ આપવું ફરજિયાત છે, નહીં તો સંબંધિત એરક્રાફ્ટ નિયમો અને નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ હેઠળ એકતરફી કાર્યવાહી કરવામાં આવશે.

કટોકટી વ્યવસ્થાપન જૂથ (CMG) બનાવાયો

ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (ઇન્ડિગો) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ફ્લાઇટ રદ અને વિલંબની શરૂઆતના જ દિવસે બેઠક કરી હતી. બેઠક દરમિયાન કટોકટીની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કટોકટી વ્યવસ્થાપન જૂથ (Crisis Management Group – CMG) બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

આ બેઠકમાં ચેરમેન વિક્રમ સિંહ મહેતા, બોર્ડ ડિરેક્ટર્સ ગ્રેગ સારાત્સ્કી, માઈક વ્હીટેકર, અમિતાભ કાંત તથા CEO પીટર એલ્બર્સ હાજર રહ્યા હતા. એરલાઇન અનુસાર CMG ઓપરેશન્સને સંપૂર્ણપણે સામાન્ય કરવા માટે સતત મોનિટરિંગ અને માર્ગદર્શન આપશે.