
જમ્મુકાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ ચરમ પર છે. દેશમાં પાકિસ્તાન સામે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો નિશ્ચય કરી લીધો છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન દેશમાં 7 મે એ રાષ્ટ્રવ્યાપી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવામાં આવનાર છે. આ મોક ડ્રીલ ક્યારે થશે અને આ દરમિયાન શું-શું થશે અને દેશમાં આ અગાઉ કયારે આ પ્રકારની મોક ડ્રીલ કરવામાં આવી છે તેના વિશે આજે વિસ્તારથી સમજીએ. યુદ્ધ અને કટોકટીની સ્થિતિમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવામાં આવે છે. આ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી દેતી સાયરન વગાડવામાં આવે છે. આ મોકડ્રીલ દરમિયાન ટોટલ બ્લેકઆઉટ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવાનું હોય છે અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા માટેની તાલીમ આપવામાં આવે છે. હવે એ સવાલ ચોક્કસ થાય કે આ પ્રકારની મોકડ્રીલ પહેલા ક્યારે થઈ હતી? તો તેનો જવાબ છે દેશમાં પહેલીવાર 1971ના યુદ્ધ સમયે આ પ્રકારની મોક ડ્રીલ થઈ હતી. ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયુ...
Published On - 9:29 pm, Tue, 6 May 25