AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો પ્રથમ કોરોના કેસ બનેલી યુવતી ફરીવાર કોરોના સંક્રમણનો શિકાર બની, દોઢ વર્ષ પછી બીજી વાર રીપોર્ટ પોઝીટીવ આવ્યો

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ વિદ્યાર્થીની દિલ્હી જવા ઇચ્છતી હતી, આથી તેનો કોરોના ટેસ્ટ કરવમ આવ્યો હતો. તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સૌ કોઈને આશ્ચર્ય થયું.

ભારતનો પ્રથમ કોરોના કેસ બનેલી યુવતી ફરીવાર કોરોના સંક્રમણનો શિકાર બની, દોઢ વર્ષ પછી બીજી વાર રીપોર્ટ પોઝીટીવ આવ્યો
India's first corona patient became infected by corona again.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 9:35 PM
Share

Coronavirus Update: ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ (india’s first case of corona) તબીબી શિક્ષણની વિદ્યાર્થીનીનો હતો. આ વિદ્યાર્થીની ગત વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાનથી કેરળમાં તેના વતન થ્રિસુર (Thrissur in Kerala) આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ 13 જુલાઈને મંગળવારે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીનીને દોઢ વર્ષ પછી ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. થ્રિસુરના ડીએમઓ ડો. કે. જે રીનાએ કહ્યું કે વિદ્યાર્થીનીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેનો આરટી-પીસીઆર રિપોર્ટ (RT-PCR report) પોઝીટીવ આવ્યો છે અને એન્ટિજેન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ યુવતીને કોરોનાનો હલાવો ચેપ લાગ્યો છે.

પહેલીવાર 30 જાન્યુઆરી 2020 ના દિવસે સંક્રમિત થઇ હતી કેરળની આ યુવતી 30 જાન્યુઆરી 2020 ના દિવસે પહેલીવાર કોરોના સંક્રમિત થઇ હતી અને તે દેશનો પહેલો કોરોના કેસ (india’s first case of corona) બની હતી. 30 જાન્યુઆરી, 2020 ના રોજ ચીનની વુહાન યુનિવર્સિટી (Wuhan University) ના તૃતીય વર્ષની આ તબીબી વિદ્યાર્થીની ભારત પરત ફરી હતી ત્યારે તેનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સેમેસ્ટરની રજાઓ બાદ તે ઘરે પરત ફરી હતી. થ્રીસુર મેડિકલ કોલેજ (Thrissur Medical College) માં તેમની સારવાર ચાલી હતી અને કોરોના રિપોર્ટ બે વાર નેગેટીવ આવ્યા બાદ 20 ફેબ્રુઆરીના તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દેશમાં કોરોનાના 31,443 નવા કેસ દેશમાં 13 જુલાઈના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31,443 નવા કેસ નોંધાયા છે. 118 દિવસ બાદ કોરોના નવા કેસોનો સૌથી નીચો આંકડો છે. આ સાથે જ કોરોના રીકવરી રેટ પણ વધી રહ્યો છે. દેશમાં કોરોના રીકરી રેટ 97.28 ટકા પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 3,09,07,282 થઇ છે. આ સાથે એક્ટીવ કેસની સંખ્યા ઘટીને 4,31,315 છે, જે 109 દિવસ બાદ એક્ટીવ કેસોનો સૌથી નીચો આંકડો છે. જો કે છેલ્લા 24 કલાકમાં, 2020 દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે અને કુલ મૃત્યુઆંક 4,10,784 પર પહોંચી ગયો છે.

દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 40,65,862 નાગરીકોની રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં કુલ રસીકરણની સંખ્યા 38,14,67,646 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : Vaccine Update: સપ્ટેમ્બરથી ભારતમાં SII શરૂ કરશે Sputnik v નું ઉત્પાદન, દર વર્ષે 30 કરોડ ડોઝ બનાવાશે 

g clip-path="url(#clip0_868_265)">