VALENTINE DAYના દિવસે 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે ભારતીયો, તમારી પ્રિય વ્યક્તિની શું છે પસંદ

|

Feb 12, 2021 | 7:45 PM

હાલ વેલેન્ટાઈન ડે (VALENTINE DAY) વીક ચાલી રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. આ દિવસે ફક્તને ફક્ત પ્રેમની જ ચર્ચા કરવામાં આવશે.

VALENTINE DAYના દિવસે 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે ભારતીયો, તમારી પ્રિય વ્યક્તિની શું છે પસંદ

Follow us on

હાલ વેલેન્ટાઈન ડે (VALENTINE DAY) વીક ચાલી રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. આ દિવસે ફક્તને ફક્ત પ્રેમની જ ચર્ચા કરવામાં આવશે. બધા જ વ્યક્તિ તેના પ્રિય વ્યક્તિને ઈમ્પ્રેસ કરવા માંગે છે. આ દિવસની તૈયારીઓ ઘણા દિવસથી શરૂ કરી દેવામાં આવી છે. તમને બધાને ખબર જ હશે કે તે દિવસે 15 રૂપિયામાં મળનારું ફૂલ 50 રૂપિયામાં વેચાય છે. આજે અમે તમને જણાવીશું કે, ભારતીયો વેલેન્ટાઈન ડેના દિવસે ક્યાં-ક્યાં પ્રકારના ખર્ચ કરે છે.

 

એક રિપોર્ટ મુજબ ફક્ત વેલેન્ટાઈન વીકમાં ભારતીય 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. 2014માં ફુલ પાછળ કુલ 16,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. 2015માં તેમાં 40 ટકાનો વધારો થયો હતો અને આ આંકડો વધીને 22 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે. અહેવાલમાં જણાવાયું છે કે શહેરો કરતા ગ્રામીણ વિસ્તારમાં આ વિશેષ દિવસે વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેટ અથવા 30 પલ્સ યુવાનોમાં કામ કરતા લોકો તેમના પ્રેમને પ્રભાવિત કરવા માટે 1000થી 50 હજાર રૂપિયા ખર્ચ કરે છે તો 18-30 વયના યુવાનો 500થી 10 હજાર રૂપિયા ખર્ચ કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

2015માં ગ્રામીણ ભારતીયોના ખર્ચમાં 22 ટકાનો વધારો થયો હતો, જ્યારે શહેરી ભારતીયોના ખર્ચમાં 20 ટકાનો વધારો થયો હતો. આ સમય દરમિયાન ઓનલાઈન ગિફ્ટિંગમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. એક અહેવાલ મુજબ વેલેન્ટાઈન ડે નિમિત્તે ભારત આ વર્ષે યુકે, યુએઈ, થાઈલેન્ડ, ચીનને 30 કરોડ રૂપિયાના ફૂલોની નિકાસ કરવા જઈ રહ્યું છે. ગયા વર્ષે 24 કરોડની નિકાસ કરવામાં આવી હતી.

 

CashKaroના રિપોર્ટ અનુસાર, 25-35 વર્ષની મહિલાઓ 35 ટકા વધુ ખર્ચ કરશે, જ્યારે પુરુષોનો ખર્ચ 29 ટકા વધવાનો અંદાજ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓ ચોકલેટ અને રમકડા કરતા યુટિલિટી ગિફ્ટ પસંદ કરે છે. મહિલાને કપડાં અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો વધુ ગમે છે. હવે છોકરીઓને કેન્ડલ લાઈટ ડિનર કરતા હોલીડે ડેસ્ટિનેશન વધુ પસંદ છે. કપલ માટે ગોવા, કેરળ, શિમલા, જયપુર, અંદમાન, પોન્ડિચેરી, ધર્મશાલા, ડેલહાઉસી ફેવરિટ ડેસ્ટિનેશન છે.

 

આ પણ વાંચો: Narmadaના ડેડીયાપાડા ખાતે જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Next Article