VIDEO: દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ રચ્યો ઈતિહાસ

|

Nov 29, 2019 | 10:46 AM

દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. કાર્ટોસેટ-3 નામનો સેટેલાઈટ આજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. જેનાથી ભારતીય સુરક્ષાદળો દુશ્મન દેશો અને તેની આતંકવાદી પ્રવૃત્તિઓ પર ગરુડની જેમ નજર રાખી શકશે. ઈસરોએ કાર્ટોસેટ-3 અને 13 કોર્મશિયલ નાના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ ઉપગ્રહો PSLV-સી 47 એક્સએલ એક્સ-એલ રોકેટથી છોડવામાં આવ્યા છે. […]

VIDEO: દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ રચ્યો ઈતિહાસ

Follow us on

દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. કાર્ટોસેટ-3 નામનો સેટેલાઈટ આજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. જેનાથી ભારતીય સુરક્ષાદળો દુશ્મન દેશો અને તેની આતંકવાદી પ્રવૃત્તિઓ પર ગરુડની જેમ નજર રાખી શકશે. ઈસરોએ કાર્ટોસેટ-3 અને 13 કોર્મશિયલ નાના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ ઉપગ્રહો PSLV-સી 47 એક્સએલ એક્સ-એલ રોકેટથી છોડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરે અને પત્ની રશ્મી ઠાકરેએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાનના લેશે શપથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાર્ટોસેટ 3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. કાર્ટોસેટ -3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે, તે 509 કિલોમીટરની ઉંચાઇએથી સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. કાર્ટોસેટ -3નો ઉપયોગ દેશની સરહદો પર નજર રાખવા માટે કરાશે. ખાસ કરીને પાકિસ્તાન અને તેની આતંકવાદી છાવણીઓ પર નજર રાખવામાં ચોક્કસાઈ વધશે. તે સીમાઓનું નિરીક્ષણ કરશે. જો દુશ્મનો અથવા આતંકવાદીઓ ઘૂષણખોરી કરશે તો તરત જ તેની જાણકારી મળી જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:36 am, Wed, 27 November 19

Next Article