રેલવે મુસાફરોને મોટી રાહત, રેલવેએ ખતમ કર્યુ ટ્રેનોનું સ્પેશિયલ સ્ટેટ્સ, મહામારી પહેલાના ભાડા પર ચાલશે 1700 ટ્રેનો

|

Nov 12, 2021 | 11:37 PM

સ્પેશિયલ કેટેગરીની ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધુ હોય છે. કોવિડ પ્રોટોકોલમાં, રેલ્વેએ સ્પેશિયલ કેટેગરીમાં ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી છે.

રેલવે મુસાફરોને મોટી રાહત, રેલવેએ ખતમ કર્યુ ટ્રેનોનું સ્પેશિયલ સ્ટેટ્સ, મહામારી પહેલાના ભાડા પર ચાલશે 1700 ટ્રેનો
Indian Railways

Follow us on

ભારતીય રેલ્વેએ (Indian Railway)  ટ્રેનોનું સ્પેશીયલ સ્ટેટ્સ (special status) નાબૂદ કરી દીધું છે. હવે ટ્રેનો જૂના નંબર અને જૂના ભાડા પર જ ચલાવવામાં આવશે. રેલ્વે અનુસાર, હવે સ્પેશિયલ ટ્રેનના નંબરમાંથી ‘0’ કાઢી નાખવામાં આવશે અને તમામ ટ્રેનો  જે પ્રી-કોવિડ ટ્રેનની જેમ જ તે જ નંબરથી ચાલશે. કોવિડ પહેલા જે પણ રેલ્વે ભાડું હતું તે જ ભાડું લાગુ થશે. રેલ્વેએ શુક્રવારે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટેના ‘સ્પેશિયલ’ ટેગને દૂર કરવા અને મહામારી પહેલાના ભાડા પર તાત્કાલિક અસરથી પરત ફરવાનો આદેશ જાહેર કર્યો.

જ્યારથી કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે. ત્યારથી રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેનો જ ચલાવી રહી છે. તેની શરૂઆત લાંબા અંતરની ટ્રેનોથી થઈ હતી.અને હવે ટૂંકા અંતરની પેસેન્જર સેવાઓ પણ ‘થોડા ઊંચા ભાડા’ સાથે વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવી રહી છે. જેથી લોકોને ટાળી શકાય તેવી મુસાફરીથી નિરુત્સાહિત કરી શકાય. રેલ્વે બોર્ડે શુક્રવારે ઝોનલ રેલ્વેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ટ્રેનો હવે તેમના નિયમિત નંબરો સાથે ચલાવવામાં આવશે અને ભાડું કોવિડ પહેલાના દર જેટલું જ સામાન્ય રહેશે.

સ્પેશિયલ કેટેગરીની ટ્રેનોનું ભાડું સામાન્ય કરતા 30 ટકા વધુ હતું

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તમને જણાવી દઈએ કે સ્પેશિયલ કેટેગરીની ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધુ છે. કોવિડ પ્રોટોકોલમાં રેલ્વેએ ખાસ કેટેગરીમાં ટ્રેનો ચલાવવાનું શરૂ કર્યું હતું. તેનો હેતુ ટ્રેનોમાં ભીડને નિયંત્રણમાં રાખવાનો હતો. હાલમાં રેલવેની 95 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનો પાટા પર પાછી આવી ગઈ છે. પરંતુ આમાંથી લગભગ 25 ટકા ટ્રેનો હજુ પણ વિશેષ શ્રેણીમાં ચાલી રહી છે અને આ ટ્રેનોમાં 30 ટકા વધુ ભાડું લાગુ છે.

આ ઉપરાંત, પેસેન્જર ટ્રેનોમાં લગભગ 70 ટકા ટ્રેનોને પણ મેલ એક્સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોએ તેના માટે પણ વધુ ભાડું ચૂકવવું પડે છે. કોવિડ પહેલા રેલવેમાં લગભગ 1700 મેલ એક્સપ્રેસ ટ્રેનો દોડતી હતી. આમાંથી મોટાભાગની ટ્રેનો પુન: શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, કોવિડ પહેલા લગભગ 3500 પેસેન્જર ટ્રેનો દોડતી હતી, પરંતુ હાલમાં તેમાંથી માત્ર 1000 જ ચાલી રહી છે. જ્યારે દરેક ઝોનની તમામ ઉપનગરીય ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને બનાવ્યા માલામાલ, તપાસી લો તમારો પોર્ટફોલિયો

Next Article