ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગર્જના કરશે ભારતીય સેનાનું ફાઈટર એરક્રાફ્ટ, PM મોદી 16 નવેમ્બરે કરશે ઉદ્ઘાટન

સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી C-130j સુપર હર્ક્યુલસથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે અને એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરશે.

ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગર્જના કરશે ભારતીય સેનાનું ફાઈટર એરક્રાફ્ટ, PM મોદી 16 નવેમ્બરે કરશે ઉદ્ઘાટન
Prime Minister Narendra Modi
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Nov 12, 2021 | 11:00 PM

ભારત તેના પડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે ભવિષ્યમાં ટુ ફ્રંટ વોરની શક્યતાઓને કારણે તેની તૈયારીઓ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. સરકાર ભારતીય સેનાને નવા ફાઈટર, હથિયારો, એરબેઝ, હેલિપેડ અને અન્ય આધુનિક શસ્ત્રો અને સાધનો સાથે મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. આ જ તર્જ પર ભારતીય વાયુસેનાના વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ માટે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ એર સ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 નવેમ્બરે આવા જ એક એક્સપ્રેસ હાઈવે અને તેના પર બનેલી ઈમરજન્સી એર સ્ટ્રીપનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી C-130j સુપર હર્ક્યુલસથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે અને એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરશે.

ભારતીય વાયુસેનાના વિમાન અદ્ભુત ઉડ્ડયન કૌશલ્ય રજૂ કરશે

ખાસ વાત એ છે કે આ અવસર પર ભારતીય વાયુસેનાના વિમાન અદ્ભુત ઉડ્ડયન કૌશલ્ય રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમના લેન્ડિંગ બાદ મિરાજ 2000 તે હાઈવેની લેન્ડિંગ સ્ટ્રીપ પર ઉતરશે. C-130 J એરક્રાફ્ટ દ્વારા, ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડો અને સ્પેશિયલ ફોર્સના કમાન્ડો જૂથ નિવેશ કવાયત હાથ ધરશે.

આ દરમિયાન હવામાં લો લેવલ ફ્લાઈ કરીને સુખોઈ, જગુઆર અને મિરાજ તેમનું ઉડવાનું કૌશલ્ય બતાવશે. સૂર્ય કિરણ એરોબેટીક ટીમના ત્રણ એરક્રાફ્ટ ટ્રાઈ કલર  પ્રેઝન્ટેશન સાથે બે સુખોઈ વિમાન આકાશમાં ઉડાન ભરતા જોવા મળશે. કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ તે એક્સપ્રેસ વે પરથી C-130 દ્વારા રવાના થશે.

ઉત્તર પ્રદેશમાં આ ત્રીજી વખત હશે જ્યારે ભારતીય વાયુસેનાના વિમાન હાઇવે પર ઈમરજન્સી લેન્ડિંગ અને ટચડાઉનની કવાયત હાથ ધરશે. અગાઉ 2016માં દિલ્હી આગ્રા અને 2017માં લખનૌ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર ઉન્નાવમાં કવાયત હાથ ધરવામાં આવી હતી. એ જ રીતે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય પણ સામેલ છે. સપ્ટેમ્બરમાં જ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નેશનલ હાઈવે પર પ્રથમ ઈમરજન્સી એર સ્ટ્રીપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વિવિધ રાજ્યોમાં વધુ 19 ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં રાજસ્થાનમાં 3, પશ્ચિમ બંગાળમાં 3, તમિલનાડુમાં 1, આંધ્રપ્રદેશમાં 2, ગુજરાતમાં 2, હરિયાણામાં 1, પંજાબમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 1 અને આસામમાં 5 ઇમરજન્સી લેન્ડિંગનો સમાવેશ થાય છે.

આ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ્સની જરૂર એટલા માટે પણ છે કારણ કે યુદ્ધની સ્થિતિમાં એરબેઝ દુશ્મનના પહેલા નિશાના પર હોય છે અને તેના કારણે અન્ય વિકલ્પો પણ તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ, જો  યુદ્ધ દરમિયાન દુશ્મનના વિમાનો સાથે એર એંગેંજમેન્ટ  બાદ એરક્રાફ્ટમાં ઓછા ઈંધણને કારણે તેઓ એરબેઝ સુધી પહોંચી ન શકે, તો  તેઓ આ રીતે જ લેન્ડિંગ સ્ટ્રીપ પર ફાઈટરને સરળતાથી લેન્ડ કરી શકે છે. ત્રીજું, આવા રનવેનો ઉપયોગ કોઈપણ આપત્તિ વખતે રાહત કાર્ય માટે થઈ શકે છે.

આ પણ વાંચો :  RAJKOT : બે વર્ષ બાદ લગ્ન સિઝન પૂર બહારમાં ખીલી, લગ્ન સાથે સંકળાયેલા ધંધાઓમાં તેજીનો માહોલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati