indian railway : કોરોના મહામારી દરમિયાન કડક જોગવાઈઓ અમલમાં હોવા છતાં જાહેર સ્થળોએ થૂંકવું એક મોટી સમસ્યા છે. આના ઉકેલ માટે ભારતીય રેલવેએ એક નવો પ્લાન તૈયાર કર્યો છે.
આ અંતર્ગત, પોકેટ સાઇઝ ફરીથી વાપરી શકાય તેવા અને બાયોડિગ્રેડેબલ સ્પિટૂનને (Biodegradable spitoon) પ્રોત્સાહન આપવામાં આવશે, જે ગંદકી ફેલાવશે નહીં, પરંતુ વૃક્ષો અને છોડ બહાર આવશે.
એક અંદાજ મુજબ, ભારતીય રેલવે (indian railway )ને તેના પરિસર અને ટ્રેનો પર પાન-ગુટખાના ડાધ દૂર કરવા માટે દર વર્ષે રૂ. 1,200 કરોડ રુપિયા અને નોંધપાત્ર પ્રમાણમાં પાણી ખર્ચવું પડે છે. રેલવે દ્વારા સ્પિટૂનના વેચાણ માટે 42 સ્ટેશનો પર વેન્ડિંગ મશીનો (Vending machine) લગાવવામાં આવી રહ્યા છે. આ મશીનોમાંથી થૂકદાનીના પાઉચ 5, 10 રૂપિયામાં ખરીદી શકાય છે.
ત્રણ રેલવે ઝોન વેસ્ટર્ન, નોર્ધન અને સેન્ટ્રલે આ માટે સ્ટાર્ટઅપ ઇઝીસ્પીટને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ થૂકદાનીને સરળતાથી ખિસ્સામાં રાખી શકાય છે. આમાં, મુસાફરો જ્યારે ઈચ્છે ત્યારે થૂંક ફેંકી શકે છે, અને ગંદકી ફેલાશે નહીં. ઉત્પાદનમાં મેક્રોમોલેક્યુલ પલ્પ ટેકનોલોજી છે અને તે એવી સામગ્રીથી સજ્જ છે જે લાળમાં હાજર બેક્ટેરિયા(Bacteria)અને વાયરસને લોક કરશે.
વિવિધ કદના આ પાઉચનો ઉપયોગ 15 થી 20 વખત થઈ શકે છે. પાઉચમાં પહેલાથી જ બીજ પણ હશે, જે થૂકને શોષી લેશે અને તેને છોડ બનાવશે. જ્યારે પાઉચની સામગ્રી જમીન અથવા કાદવમાં ફેંકવામાં આવે છે, ત્યારે છોડ તેમાંથી બહાર આવશે. નાગપુર સ્થિત કંપનીએ સ્ટેશનો પર વેન્ડિંગ મશીનો પણ લગાવવાનું શરૂ કર્યું છે. તેમને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (Nagpur Municipal Corporation)અને ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે.
આ પણ વાંચો : IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!