Indian Navy Day 2020: જાણો કેમ મનાવવામાં આવે છે નૌ સેના દિવસ, શું કહે છે આ દિવસ પાછળનો ગૌરવાન્તિત ઈતિહાસ

|

Dec 04, 2020 | 1:51 PM

ભારતમાં નૌસેનાની સ્થાપના પેહલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી હતી. સમયની સાથે વહીવટી પ્રક્રિયા અને જવાબદારીઓ બદલાતી ગઈ જે બાદ જેને બાદ સમ્પૂર્ણ તેણે ભારતીયતાનો જ રંગ ઓઢી લીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે તેમને પણ પોતાના જહાજોની ચિંતા હતી અને એટલે જ પોતાનાં જહાજોની સુરક્ષા […]

Indian Navy Day 2020: જાણો કેમ મનાવવામાં આવે છે નૌ સેના દિવસ, શું કહે છે આ દિવસ પાછળનો ગૌરવાન્તિત ઈતિહાસ

Follow us on

ભારતમાં નૌસેનાની સ્થાપના પેહલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી હતી. સમયની સાથે વહીવટી પ્રક્રિયા અને જવાબદારીઓ બદલાતી ગઈ જે બાદ જેને બાદ સમ્પૂર્ણ તેણે ભારતીયતાનો જ રંગ ઓઢી લીધો હતો.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે તેમને પણ પોતાના જહાજોની ચિંતા હતી અને એટલે જ પોતાનાં જહાજોની સુરક્ષા માટે ખાસ નૌસેનાનું ગઠન કર્યું હતું.  પછીથી તેને રોયલ ઇન્ડિયન નૌસેના આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની ફરીથી રચના કરવામાં આવી. ભારતીય નૌસેના વિશ્વની પાંચમાં નંબર પર આવતી નૌ સેના છે.

વર્ષ 1971નાં યુદ્ધમાં ભારતીય નૌસેનાને કરેલા કારનામાઓ એક ઉદાહરણ ત્યારે બની ગયા કે જયારે કરાચી હુમલામાં પાકિસ્તાનને તબાહ કરી નાખવામાં કઈ બાકી નોહ્તું રાખ્યું. ભારતીય નૌસેના એ 4 ડિસેમ્બર 1971નાં રોજ ઓપરેશન ટ્રાઈડેંટ શરુ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાનના કરાચી બંદર પર ભારે બોમ્બિંગ કરીને તેને નષ્ટ કરી નાખ્યું હતું. એજ સફળતાના માનમાં આજના દિવસને ભારતીય નૌસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતની ત્રણેય સેનાઓએ બાંગ્લાદેશની મુક્તિ દરમિયાન 1971નાં યુદ્ધમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય નૌસેનાએ આ દરમિયાન જ પાકિસ્તાનની સબમરીન PNS ગાઝીને ડુબાડી નાખી હતી. ભારતના યુદ્ધ જહાજ INS વિક્રાંતનો રોલ વિજયમાં ઘણો હતો. આ પેહલા 1965માં નૌ સેનાએ યુદ્ધમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

જયારે નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ દ્વારા અંગ્રેજો સામે સશસ્ત્ર લડાઈનું એલાન કરી દેવામાં આવ્યું હતું ત્યારે રોયલ ઇન્ડિયન નેવીના ભારતીય સૈનિકોએ વિદ્રોહ કરી દીધો હતો અને ૧૮ ફેબ્રુઆરી ૧૯૪૬નાં રોજ HIMS તલવાર નામના જહાજ પરથી ભારતની આઝાદીનું એલાન કરવામાં આવ્યું હતું. નૌસેનાના સૈનિકોનો આ વિદ્રોહ ઝડપથી ૭૮ જહાજ અને 20 દરિયા કિનારા સુધી પોહચી ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:15 pm, Fri, 4 December 20

Next Article