Pandit Shivkumar Sharma : ભારતના પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

|

May 10, 2022 | 1:09 PM

પંડિત શિવકુમાર શર્માના (Pandit Shivkumar Sharma) નિધનના સમાચારે તેમના ચાહકોને હચમચાવી દીધા છે. તેમના નિધનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની મોટી ખોટ વર્તાશે.

Pandit Shivkumar Sharma : ભારતના પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
pandit shivkumar sharma passed away

Follow us on

ભારતના જાણીતા ભારતીય સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું (Pandit Shivkumar Sharma) નિધન થયું છે. પંડિત શિવકુમાર શર્મા 84 વર્ષના હતા. પંડિત શિવકુમાર શર્માના નિધનના સમાચારે તેમના ચાહકોને હચમચાવી દીધા છે. તેમના નિધનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની મોટી ખોટ વર્તાશે. પંડિત શિવકુમાર શર્માના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. પંડિત શિવકુમાર શર્માએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા હતા અને તેઓ ડાયાલિસિસ પર પણ હતા.

શાસ્ત્રીય સંગીતને આપી નવી ઓળખ

પંડિત શિવ કુમાર શર્માએ જમ્મુ અને કાશ્મીરમાં સંતૂરને એક સંગીતનાં સાધન તરીકે ઓળખ આપી હતી. આ પછી તેણે તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કર્યું હતું. પંડિત શિવકુમાર શર્માએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં, તેમણે પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા સાથે ઘણી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું. બંનેની જોડી ‘શિવ હરિ’ તરીકે ઓળખાતી હતી. આ જોડીએ સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ સંગીત સાથે ચાર ચાંદ લગાવ્યા.

પંડિત શિવકુમાર શર્માનો જન્મ વર્ષ 1938માં કાશ્મીરના એક સંગીત પરિવારમાં થયો હતો. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી લીધું હતું. પંડિત શિવકુમાર શર્માએ સંતૂરમાં નિપુણતા મેળવી હતી. સંગીત સાથે જોડાયેલા રહેવાની સાથે, 15 વર્ષની ઉંમરે, તેમણે જમ્મુ રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકેની નોકરી પણ સ્વીકારી હતી.

પંડિતજીને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ એ વખતે મળી, જ્યારે 1955માં તેમને મુંબઈમાં એક કાર્યક્રમમાં સંતૂર વગાડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયાના એક અહેવાલ મુજબ, પોતાના દિવસોને યાદ કરતા પંડિત શિવકુમાર શર્માએ કહ્યું હતું કે, આયોજકોએ વિચાર્યું કે તેમને આમંત્રિત કરવાથી તેમના માટે નકામું થશે, પરંતુ જ્યારે તેમણે સંતૂરના તાર પર આંગળીઓનો કમાલ બતાવ્યો તો દરેક લોકોને આશ્ચર્ય થયું.

Published On - 12:37 pm, Tue, 10 May 22

Next Article