સેન્ટ્રલ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં આ વર્ષે આ વર્ષે કોવિડ -19 ઝડપથી ફેલાઈ રહ્યો છે. સાથે ચેતવણી આપી હતી કે આગામી ચાર અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોકોને મહામારીની બીજી લહેરને નિયંત્રિત કરવામાં સહકાર આપવો જોઈએ. સેન્ટ્રલ સરકારના બે ઉચ્ચ અધિકારીઓએ મંગળવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એક દિવસમાં એક લાખથી વધુ નવા કેસો દેશમાં આવી રહ્યા છે અને આ સંખ્યા અગાઉના સમય કરતાં વધુ હોઈ શકે છે.
નોંધપાત્ર છે કે ગયા રવિવારે 24 કલાકમાં 1,03,558 કોરોના કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગે એકત્ર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લે છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કેસો જાહેર કરવામાં આવ્યા છે.
સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત, દિલ્હી અને અન્ય રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જે 30 એપ્રિલ સુધી અસરકારક રહેશે. આ ઉપરાંત કોરોના કેસમાં વધારાના કારણે અનેક ક્ષેત્રોથી માંગ ઉઠી છે કે રસીકરણની વયમર્યાદા ઘટાડવામાં આવે. ત્યારે કેન્દ્રનું માનવું છે કે સૌથી વધુ જોખમ હોય તેવા લોકોને પ્રથમ સુરક્ષિત કરવામાં આવે.
નીતિ આયોગના સદસ્ય ડૉ. વી. પૌલે કહ્યું કે ચર્ચા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન પર સંશોધનથી હજુ સુધી સાબિત થયું નથી કે જો મોટા પાયે રસીકરણ કરવામાં આવે તો તે ઇમ્યુનિટી વધી જશે. પૌલે કહ્યું કે તે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કરવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું, “અત્યાર સુધી એટલું જ જાણવા મળ્યું છે કે વેક્સિનથી મૃત્યુ દરમાં ઘટાડો થાય છે. સંક્રમણની તીવ્રતામાં ઘટાડો થાય છે, લોકોનું જીવન બચાવે છે. એટેલે આને જ ધ્યાનમાં રાખીને પ્રાધાન્યતા જૂથો બનાવવામાં આવ્યા છે.” પૌલે કહ્યું કે પ્રાધાન્યતા જૂથમાં રસીકરણ માટે, તે નક્કી કરવામાં આવ્યું હતું કે મૃત્યુના સંદર્ભમાં કોને વધુ જોખમ છે. તેમણે કહ્યું, “કારણ કે ઇતિહાસ ફક્ત યાદ રાખશે કે કેટલા મૃત્યુ થયા છે.”
સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું હતું કે ઘણા લોકો પૂછે છે કે શા માટે સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના માટે રસીકરણની મંજુરી આપી નથી રહી. તેમણે કહ્યું કે રસીકરણ ઝુંબેશ પશ્ચિમી દેશોમાં તબક્કાવાર રીતે ચલાવવામાં આવી છે.
ભૂષણએ કહ્યું, “રસીકરણ દ્વારા મૃત્યુને ઘટાડવાનું મૂળભૂત લક્ષ્ય છે. બીજો ધ્યેય આપણી આરોગ્ય પ્રણાલીને સુરક્ષિત કરવાનો છે. જો આરોગ્ય કામદારો, ડોકટરો, નર્સ, પેરામેડિકલ કાર્યકરો અને અન્ય કામદારો બીમાર થશે તો હોસ્પિટલોમાં કોણ કામ કરશે? તેથી કોઈપણ દેશનો મુખ્ય ધ્યેય મોટાભાગના જોખમી એકમોને સુરક્ષિત કરવાનો છે. જેને વેક્સિન લેવી છે એમના માટે નહીં પરંતુ, જેને વેક્સિનની જરૂર છે તેમણે વેક્સિન આપવાનું લક્ષ્ય છે. ”
આ દરમિયાન, ભારતીય મેડિકલ એસોસિયેશનએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો અને સૂચવ્યું હતું કે 18 વર્ષથી મોટા બધા લોકોએ વેક્સિન લેવાની મંજૂરી આપવી જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રસીકરણ માટે વય મર્યાદામાં છૂટ આપવાની વિનંતી કરી હતી.