ભારત ટૂંક સમયમાં 12 લાખ ટન ઘઉંની નિકાસ માટે લીલી ઝંડી આપી શકે છે, પ્રતિબંધ બાદ બંદરો પર પડેલો છે ઘઉંનો જથ્થો

|

Jun 09, 2022 | 6:42 AM

ભારતમાં ઘઉંના ઓછા ઉત્પાદનને કારણે ભારત સરકારે 13 મેના રોજ તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી ઘઉંનો મોટો જથ્થો નિકાસ માટે દેશના બંદરો પર પડેલો છે. ચોમાસા પહેલા કેન્દ્ર સરકારે આ ઘઉંને સલામત સ્થળે લઈ જવાની કવાયત શરૂ કરી છે.

ભારત ટૂંક સમયમાં 12 લાખ ટન ઘઉંની નિકાસ માટે લીલી ઝંડી આપી શકે છે, પ્રતિબંધ બાદ બંદરો પર પડેલો છે ઘઉંનો જથ્થો
હાલમાં 17 લાખ ટન ઘઉં બંદરો પર પડયો છે. (સાંકેતિક તસ્વીર)
Image Credit source: TV9 (ફાઇલ ફોટો)

Follow us on

રશિયા-યુક્રેન (Russia-Ukraine) વિશ્વનો મુખ્ય ઘઉં ઉત્પાદક દેશ છે, જે વિશ્વના ઘણા દેશોની ઘઉંની (Wheat)માંગને સંતોષે છે, પરંતુ જ્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી વિશ્વના ઘણા દેશોમાં ઘઉંનું ઉત્પાદન-પુરવઠો ઘટ્યો છે. જો કે, આ દરમિયાન, ભારતીય ઘઉંએ વિશ્વભરના બજારોમાં તેની પહોંચ બનાવી લીધી છે. ઉદાહરણ તરીકે, યુદ્ધને કારણે વિશ્વના દેશોમાં ખાદ્ય કટોકટી વચ્ચે, ભારતીય ઘઉં (Indian Wheat)ઘણા દેશોની જરૂરિયાતોને સંતોષે છે. જો કે, ભારતીય ઘઉંની આ યાત્રા 13 મેથી અટકી ગઈ છે. હકીકતમાં, 13 મેના રોજ, ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી એક તરફ ભારતમાંથી સીધી ઘઉંની નિકાસ પર અસર પડી છે. તેથી વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર મહત્વનો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ટૂંક સમયમાં 12 લાખ ટન ઘઉંની નિકાસને લીલી ઝંડી આપી શકે છે.

ઘઉંનો મોટો જથ્થો હજુ બંદરો પર પડેલો છે

રોઈટર્સના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ઘઉંની નિકાસને લઈને નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. આ તમામ ઘઉં વિદેશમાં નિકાસ કરવા માટે દેશના બંદરો પર પડેલા છે. હકીકતમાં, ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો એકાએક નિર્ણય લીધો હતો, પરંતુ તે પહેલા મોટી સંખ્યામાં ઘઉં વિદેશમાં નિકાસ માટે બંદરો પર પહોંચી ગયા હતા. રોયટર્સના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ બંદરોમાં પડેલા 1.2 મિલિયન ટન ઘઉંની નિકાસને લીલી ઝંડી મળી જશે. હકીકતમાં, કેન્દ્ર સરકાર ચોમાસા પહેલા બંદરો પર પડેલા ઘઉંને સલામત સ્થળે લઈ જવા માટે નિકાસ અંગે વહેલો નિર્ણય લઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાંચ લાખ ટન ઘઉં માત્ર બંદરો પર જ રહી શકે છે

રોઇટર્સના અહેવાલ મુજબ, જ્યારે કેન્દ્ર સરકાર બંદરોમાં પડેલા 1.2 મિલિયન ટન ઘઉંની નિકાસને લીલી ઝંડી આપી શકે છે, પરંતુ તેમ છતાં પાંચ લાખ ટન ઘઉં બંદરો પર અટવાયેલા રહી શકે છે. વાસ્તવમાં અત્યારે દેશના બંદરો પર લગભગ 17 લાખ ટન ઘઉં પડયો છે. તેમાંથી 12 લાખ ટન ઘઉં એવા વેપારીઓના છે જેમની પાસે નિકાસ માટે માન્ય પરમિટ છે. તે જ સમયે, પાંચ લાખ ટન ઘઉં એવા વેપારીઓના છે જેમની પાસે માન્ય પરમિટ નથી. આવી સ્થિતિમાં આ ઘઉં બંદરો પર જ પડી રહી શકે છે. હકીકતમાં, નિકાસ પર પ્રતિબંધ પછી, કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ માત્ર એવા વેપારીઓને જ મંજૂરી આપી છે જેમની પાસે ક્રેડિટ લેટર છે.

Published On - 6:42 am, Thu, 9 June 22

Next Article