અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, 1 પાયલોટ શહીદ

|

Oct 05, 2022 | 2:18 PM

આ હવાઈ દુર્ઘટના (Helicopter crashes)માં શહીદ થયેલા પાયલોટનું નામ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ છે. જ્યારે હેલિકોપ્ટરમાં સવાર એક અન્ય પાયલોટની સારવાર ચાલી રહી છે.

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, 1 પાયલોટ શહીદ
Indian Army's Cheetah helicopter crash
Image Credit source: twitter

Follow us on

બુધવારે અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં એક પાયલોટ શહીદ થયા છે. અરુણાચલના તવાંગ વિસ્તારમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે તે નિયમિત ઉડાનમાં હતું. સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હવાઈ દુર્ઘટના (Helicopter crashes)માં શહીદ થયેલા પાયલોટનું નામ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ છે. જ્યારે અન્ય પાયલોટ, હેલિકોપ્ટરમાં સવાર એક લેફ્ટનન્ટની સારવાર ચાલી રહી છે.

અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યમાં તવાંગ નજીક ફોરવર્ડ એરિયામાં ઉડતું ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર આજે સવારે લગભગ 10 વાગે નિયમિત ઉડાન દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનાને લઈને ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટરમાં 2 પાઈલોટ હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બંને પાયલોટને બહાર કાઢીને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સેનાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેઓ શહીદ થયા. જ્યારે બીજા પાયલોટ પણ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. સેનાએ કહ્યું કે તે દુર્ઘટનાના કારણ વિશે માહિતી મળી શકી નથી. વિગતવાર માહિતી માંગવામાં આવી રહી છે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ, જેઓ અરુણાચલ પ્રદેશના છે, તેમણે ટ્વીટ કરીને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભારતીય સેનાના ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ઘાયલ પાયલોટના બચવા માટે પ્રાર્થના.

Published On - 2:04 pm, Wed, 5 October 22

Next Article