Pangong લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેનાને સ્પેશયલ બોટ મળવી શરૂ, લદાખમાં ભારતની સ્થિતિ થશે મજબૂત

|

Jun 13, 2021 | 2:20 PM

LAC પર ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાને પેંગોંગ-ત્સો (Pangong-Tso) તળાવમાં પેટ્રોલિંગ માટે નવી બોટ મળવાની શરૂ થઈ છે. આ પેટ્રોલીંગ બોટ આર્મી અને આઈટીબીપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી બોટ અને સ્ટીમર કરતા ઘણી મોટી હશે.

Pangong લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેનાને સ્પેશયલ બોટ મળવી શરૂ, લદાખમાં ભારતની સ્થિતિ થશે મજબૂત
Pangong લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેનાને સ્પેશયલ બોટ મળવી શરૂ,

Follow us on

LAC પર ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાને પેંગોંગ-ત્સો (Pangong-Tso)તળાવમાં પેટ્રોલિંગ માટે નવી બોટ મળવાની શરૂ થઈ છે .જેમાં મળતી માહિતી મુજબ આ પેટ્રોલીંગ બોટ આર્મી અને આઈટીબીપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી બોટ અને સ્ટીમર કરતા ઘણી મોટી હશે.

પેટ્રોલિંગ બોટ  મશીનગન અને સર્વેલન્સ-ગિયરથી સજ્જ

વાસ્તવમાં ગત વર્ષે ડિસેમ્બરમાં LAC પર ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે પેંગોંગ-ત્સો(Pangong-Tso) તળાવમાં પેટ્રોલિંગ માટે 29 નવી બોટોનો ઓર્ડર આપ્યો હતો. આ નવી બોટો ભારતના બે મોટા શિપયાર્ડમાં બનાવવામાં આવવાની હતી. ગોવા શિપયાર્ડ લિમિટેડને 12 બોટ મંગાવવામાં આવી હતી અને 17 બોટને ખાનગી શિપયાર્ડમાં મોકલવામાં આવી હતી. ગોવા શિપયાર્ડમાં તૈયાર કરવામાં આવી રહેલ ઝડપી પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ અને સર્વેલન્સ માટે મશીનગન અને સર્વેલન્સ-ગિયરથી સજ્જ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દોઢ ડઝન સૈનિકો સવાર થઈ શકશે 

જ્યારે 35 ફૂટ લાંબી બોટ બનાવતા ખાનગી શિપયાર્ડનો ઉપયોગ સૈનિકોની ઝડપી હિલચાલ માટે થવાનો છે. આ નૌકાઓ ઉપર લગભગ દોઢ ડઝન સૈનિકો સવાર થઈ શકે છે. હવે સમાચાર એ છે કે આ નવી બોટોની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. આવતા કેટલાક મહિનામાં તમામ 29 બોટો આર્મીને પ્રાપ્ત થશે.

આ વિશેષ બોટોની કેમ જરૂર પડી ?

પેંગોંગ-ત્સો(Pangong-Tso) તળાવમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેના અને આઈટીબીપી દ્વારા હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી બોટ ખૂબ નાની બોટ (સ્ટીમર) છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે તળાવમાં પેટ્રોલિંગ દરમ્યાન  ચીનની મોટી બોટો ભારતની બોટને  ટક્કર મારતી હતી. થોડા વર્ષો પહેલા આવી જ એક ટક્કરમાં ભારતીય બોટ પલટી ગઈ હતી.

ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી એલએસી

ગયા વર્ષે મે મહિનાથી પૂર્વી લદ્દાખને અડીને આવેલ લાઇન ઓફ કંટ્રોલ (LAC)થી શરૂ થયેલા સંઘર્ષ બાદ એવું માનવામાં આવે છે કે પેંગોંગ-ત્સો(Pangong-Tso)તળાવમાં પણ તણાવ વધી શકે છે. કારણ કે ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી એલએસી(LAC)  પેંગોંગ-ત્સો તળાવની વચ્ચેથી પસાર થાય છે. આ ભયને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ભારતીય નૌકાદળની નિષ્ણાત ટીમે પેંગોંગ-ત્સો તળાવની મુલાકાત લીધી હતી.

પેંગોંગ-તળાવમાં પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ-બોટ અંગે નૌકાદળની ટીમે પોતાનો મત આપ્યો હતો. કારણ કે નેવીની ફાસ્ટ પેટ્રોલ બોટ્સ સમુદ્રી ચાંચિયાઓ અને અનિચ્છનીય તત્વો સામે પેટ્રોલીંગ કરે છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ પાસે ઝડપી પેટ્રોલિંગ બોટનો મોટો કાફલો છે.

ભારતમાં પેંગોંગ તળાવનો 40 કિ.મી. ભાગ

ઉલ્લેખનીય છે કે, 14 હજાર ફૂટની ઉંચાઇએ વિશ્વની સૌથી લાંબુ પેંગોંગ-ત્સો તળાવ છે. પેંગોંગ-ત્સો તળાવ 135 કિલોમીટર લાંબુ છે. જેમાંથી એક તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ 40 કિલોમીટર ભારતના અધિકારક્ષેત્ર હેઠળ છે અને બાકીનું બે તૃતીયાંશ એટલે કે લગભગ 95 કિલોમીટર ચીનના કબજામાં છે. શિયાળાની ઋતુમાં અહીંનું તાપમાન માઈનસ (-) 30-40 ડિગ્રી સુધી જાય છે અને તળાવનું પાણી સંપૂર્ણ થીજી જાય છે.

Published On - 2:16 pm, Sun, 13 June 21

Next Article